________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૯] એક જ ચિદાનન્દ આત્મસ્વરૂપને-જે સદા નિર્વિકલ૫બ્રહ્મસ્વરૂપ છે, તેવા આત્મવરૂપને જે યોગીજનો નિર્વિકલ્પ ધ્યાનના સમાધિમયાગ વડે પૂર્ણ રાગથી–દયાનમાં દયેયના એકત્વભાવને પામે છે. ૭૦
સૌ વિવૈશ, મિના બ્રહ્મળિ હરિતા भवन्ति प्रभवो जित्वा, रागद्वेषात्मकं मनः ॥७॥
જ્યારે આત્માઓનું મન રાગ-દ્વેષમય મને સંકલ્પ-વિકપેથી રહિત થશે,-સંકલ્પ-વિકલ્પને ભેદી નાખશે ત્યારે સર્વ ઉપસર્ગો–પરાભને જીતીને પરમ શ્રેષ્ઠ પરમબ્રહ્મમાં સમ્યક પ્રકારે સ્થિર થશે જ. ૭૧.
जिते चित्ते जगत्सर्व, जितं निजाऽऽत्मना ध्रुवम् । न जितं स्वं मनस्तहि, निष्फला धर्मसाधना ॥७२॥
જ્યારે ચિત્ત કે મન વશમાં આવ્યું ત્યારે સહજ સ્વભાવે સર્વ જગત જીતાયું માનવું, એટલે મન જ આ સંસારનું કારણ છે. મનને જીતવાથી જ સંસાર-સમુદ્રને તરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. મનને જીતવાથી જ આત્મસ્વરૂપની સ્થિરતાને
જીવ પામે છે. સમ્રાર્પણું, સર્વ ધર્માનુષ્ઠાને, આકાશગામિની વિદ્યાઓ, કે જગતને ભસ્મ કરવાની શક્તિઓ-આ બધી વસ્તુઓ નિરર્થક છે. જે મન વશમાં ન આવ્યું હોય છે. એટલે જ કહેવત છે કે “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું.” ૭૨.
यैर्जितं न मनस्ते तु, इन्द्राद्या अपि पामराः। यैर्जितं स्वमनस्ते तु, भिक्षवोऽपि महेश्वराः ॥७३॥
For Private And Personal Use Only