________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૫] આત્મશકિતવડે પ્રબલ હોવાથી સર્વ દેવેથી પણ મહાન દેવ એવા મહાદેવ કહેવાય છે. તેમજ સામાન્ય બ્રહ્મથી પરમશુદ્ધ બ્રહ્મતત્વ વિકાસ કરેલ હોવાથી મહાબ્રહ્મ કે પરમબ્રહ્મ પણ કહેવાય છે. જો કે બાહ્ય શરીર તથા મેહનીય-જ્ઞાનાવરણુય આદિ કર્મભાવે નષ્ટ થયા હોય તે પણ પરમ શ્રેષ્ઠ શુદ્ધ ચિતન્યરૂપ બ્રભાવે અનન્ત જ્ઞાન-દર્શન–ચારિત્ર–વીર્યભાવે સદા પ્રાણવાન હોવાથી બ્રહ્મસ્વરૂપથી સદાય શાશ્વતભાવે જીવન જીવતા જ હોય છે. ૩૨.
कुर्वन् हि सर्वकर्माणि, ब्रह्मजीवनजीवकः । कर्मणा बध्यते नैव, साक्षिवद्वर्तको भुवि ॥ ३३ ॥
જગમાં નિલેપભાવે બ્રહ્મજીવન જીવનારા સર્વ ભવ્યાત્મા ઓના હિતને અનુલક્ષીને પ્રશસ્ત એવા સર્વ કાર્યો કરે અને અન્યની પાસે પણ કરાવે છતાં માત્ર સાક્ષિભાવે રહેતા હોવાથી શુભાશુભ કર્મથી જરાપણ બંધાતા નથી, અને વીતરાગભાવે સર્વ કર્મોને ક્ષય કરી સિદ્ધ-પરમાતમત્વને પ્રાપ્ત કરે છે. ૩૩,
आत्मदृष्टि यंदा शुद्धा, प्रादुर्भूता निजात्मनि ।। तदा स्वयं प्रभुं ज्ञात्वा, ज्ञानी भवति निर्भयः ॥ ३४ ॥
જ્યારે આત્મજ્ઞાનીઓની દષ્ટિ પૂર્ણ શુદ્ધ થાય છે, ત્યારે સ્વયં પિતાના સ્વરૂપને અને અન્ય સર્વ પદાર્થોને પૂર્ણ બોધ જ્ઞાન-દર્શનમય આત્મામાં પ્રગટ થવાથી પોતે જ આત્મસ્વરૂપના પ્રભુ થાય છે. તેવા વીતરાગ જ્ઞાની યોગીઓને બાહ-અભ્યન્તરભાવે કેઈને પણ ભય નથી જ લાગત–સર્વત્ર સદા નિર્ભય જ હોય છે. ૩૪.
For Private And Personal Use Only