________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૬] કાની જ્ઞાનિને નૈવ, ઊત્તિ જૈવ નિઝ તા. अज्ञानसदृशं दुःखं, नाऽस्ति किश्चिज्जगत्त्रये ॥ ३५॥
જગતમાં જે અજ્ઞાની પ્રાણિઓ છે, તે બાહ્ય રૂપ-રસગન્ધ-સ્પર્શ-શબ્દરૂપ અનુકૂલ ભેગમાં સુખની બુદ્ધિ અને પ્રતિકૂલમાં દુઃખની બુદ્ધિવાળા હેવાથી જ્ઞાનીઓના આત્મસ્વરૂપને ઓળખી શકતા નથી. તેમ જ પિતાને પણ યથાવરૂપે જાણી શકતા નથી. તેથી વિષયાદિકના માહથી સંસારમાં અનેક શુભાશુભ પ્રવૃત્તિ કરતાં કર્મબંધનથી ચાર ગતિમાં ભ્રમણ કરે છે. તેથી પરમાત્મા જણાવે છે કે આ જગતમાં અજ્ઞાન કરતાં બીજું કઈ મહાન દુઃખ નથી. તેમ જ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભ મન-વચન-કાયાના યોગની જે પ્રવૃત્તિ થાય છે તે સદા ને ચારે ગતિમાં જમણ કરાવે છે. ૩૫.
आत्मज्ञानसमं शर्म, नास्ति किभिज्जगत्त्रये । अध्यात्मज्ञानिनं वेत्ति, ज्ञानी निर्मोह भावतः ॥३६॥
આ જગતમાં આત્મજ્ઞાન સમાન સર્વ સુખને બીજે કેઈ હેતુ નથી. આત્મજ્ઞાની જે સુખ અનુભવે છે તેવું સુખ રાજા-મહારાજા ચક્રવત્તિ કે ઈન્દ્ર પણ નથી જ ભેગવી શકતા. પરન્તુ બાહ્ય દષ્ટિથી તેવા આત્મજ્ઞાનીને કેઈ ઓળખી શકતું નથી. અધ્યાત્મ પ્રેમીઓ જ તેવા પ્રકારના તેઓના વર્તનથી જ ઓળખી શકે છે. ૩૬.
उन्मत्त इव मूढे हि, ब्रह्मज्ञानी विलोक्यते । ज्ञानाऽऽत्मा दृश्यते नैव, मूढैस्तत्र न संशयः ॥३७॥
For Private And Personal Use Only