________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૩૯ ] જ્યારે આમા પ્રકૃતિના સર્વે કાર્યોમાં સાક્ષીરૂપે રહીને કાર્યો કરે છે ત્યારે નિલેપી આત્મા પ્રકૃતિના ચગવાળો રહેવા છતાં અને સક્રિય રહેવા છતાં પણ પ્રકૃતિના બધથી બંધાતું નથી. ૪૩૮
असंख्यातप्रदेशोऽहमात्मा विश्वपभुर्विभुः। अनादिकाळतो बन्ध,-स्तस्य प्रकृतियोगतः ॥४१९॥ હું અસંખ્યાત પ્રદેશને તાદાસ્યભાવે સ્વામી છું. તેમ જ જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણેથી વિશ્વમાં વ્યાપક વિભુ છું. મારા સ્વરૂપને હું સ્વામી છું, છતાં અનાદિકાલથી જ્ઞાનાવરણાદિ પ્રકૃતિના સંબંધથી પરંપરાગત બંધાયેલ છું. ૪૩૯ कर्मप्रकृतिसम्बन्ध,-स्य वियोगतो भवेद्यदा । तदाऽऽत्मनो हि मोक्षोऽस्ति, कर्ताऽऽत्मा स्यानिजात्मनः॥४४०॥
આત્માની સાથે અનાદિકાલથી જે કમની પ્રકૃતિઓને સંબંધ છે, તેને જ્યારે વિયેગ થશે ત્યારે આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થશે અને તેને મોક્ષ થશે. આત્મા પિતાના પરમાત્માસ્વરૂપને કર્તા છે. ૪૪૦.
प्रकृतौ रागद्वेषौ न, यदा मुक्तो भवेत्तदा। प्रकृतौ कर्तृबुद्धिन, यस्य तस्य न बन्धता ॥४४१॥ રાગ-દ્વેષમય સર્વ કર્મોની પ્રકૃતિએથી આત્મા જ્યારે મુક્ત થાય ત્યારે પ્રકૃતિમાં કર્તાપણારૂપ બુદ્ધિ જાગતી નથી અને તેથી શુભાશુભ અધ્યવસાયને નાશ થવાથી આત્મા કર્મના બંધથી લેપાતો નથી. ૪૪૧
For Private And Personal Use Only