________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૭] कामिनास्पर्शरूपेषु, रसेषु यो न मुह्यति । स्वतन्त्र निर्भयः सैव, कामिन्यादि प्रसङ्गतः ॥३३८॥
જે યોગીશ્વર મહાત્માઓ સ્ત્રી કે જે કુમારી-સૌભાગ્યવતી, વિધવા-વેશ્યા આદિના રૂપ-રસ-સ્પર્શ, નૃત્ય, સંગીત, ગાયનહાવ-ભાવ-કટાક્ષ, વગેરેમાં મુંઝાતા નથી. તેઓ સ્વતંત્ર અને નિર્ભય છે. સ્ત્રીઓના પ્રસંગથી મુંઝાતા ન હોવાથી તેઓ જ સાચા ગી છે. ૩૩૮.
कामिनीसङ्गमोहस्तु, ब्रह्ममुखेन नश्यति । अत आत्मसुखप्राप्त्य, ज्ञानिसङ्गं कुरुष्व भोः ॥३३९॥
સ્ત્રીઓના સંગને જે મોહ છે તે મહ બ્રહ્મચર્યના પાલનથી ઉત્પન્ન થતા સુખથી નાશ પામે છે. તેથી હે ભગ્યાત્મન્ ! તારે જે આત્મિકસુખ પ્રાપ્ત કરવું હોય તે જ્ઞાની-પુરુષને સંગ કર. ૩૩૯.
स्पर्शादि सुखविश्वास, आत्मसुखेन नश्यति । आत्मसुखस्य विश्वासात् , स्थैर्यमात्मनि जायते ॥३४०॥
સ્ત્રીઓના સ્પર્શ-રૂપ-રસ–ગન્ય આદિમાં જે સુખને વિશ્વાસ છે, તે વિશ્વાસ આત્મિક-સુખ પ્રાપ્ત થવાથી નાશ પામે છે. આત્મિક સુખ એ જ સાચું સુખ છે-એ વિશ્વાસ દઢ થવાથી આત્મામાં એક પ્રકારની સ્થિરતા ઉત્પન્ન થાય છે, અને ચંચળતા નાશ પામે છે. ૩૪૦.
आत्ममुखस्य विश्वासी, भव कामं विनाशय । भवे मुक्तो च निष्कामो, ब्रह्मानन्दं समश्नुते ॥३४१॥
For Private And Personal Use Only