________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦૪] दुःखं आत्मस्वभावो न, सुखमाऽऽत्मस्वभावतः । दुःखं वैभाविकं चास्ति, सुखं स्वाभाविक निजे ॥३१५॥
શરીરમાં દુઃખ કે સુખ ઉપજે છે તે આત્માને સ્વભાવ નથી. આધ્યાત્મિક સુખ એ જ આત્માને સ્વભાવ છે. દુખ એ વિભાવ દશાનું કારણ છે. જ્યારે સુખ એ સ્વાભાવિક છે. ૩૧પ. दुःखं भवति मोहेन, सुखं निर्मोहभावतः । आत्मोपयोगतः कर्म, जिला सुखी भव स्वयम् ॥३१६॥
મેહથી પ્રાણી દુઃખી થાય છે. અને નિર્મોહ દશાથી સુખ પ્રાપ્ત થાય છે. તેથી હે ભવ્યાત્મન ! તું તારા આત્મસ્વરૂપના ધ્યાનથી કર્મોને જીતીને સ્વયં સુખી થા. ૩૧૬. प्रमादं मा कुरु स्वाऽऽत्मन् !! जागृहि त्वं प्रतिक्षणम् । शुद्धोपयोगवीर्येण, कर्मनाशोऽस्ति निश्चयः ॥३१७॥
હે ભવ્યાત્મન્ ! તું જરા પણ ગફલતમાં ન રહીશ, પ્રતિક્ષણ જાગતે રહેજે અને તારા શુદ્ધ આત્માના ઉપયોગરૂપ વીર્યને ફેરવીને તારા કર્મોને નાશ કરજે. ૩૧૭.
सर्वाचारविचारेषु, साक्षी समो यदा भवेत् । कृत्स्नकर्मक्षयो मोक्षः प्रत्यक्षमनुभूयते ॥३१॥ સર્વ પ્રકારના પરંપરાગત આચાર-વિચારોમાં આત્મા જ્યારે સાક્ષીરૂપે વર્તે છે ત્યારે સર્વ કર્મોને ક્ષય કરીને આતમાં મેક્ષ-સુખને પ્રત્યક્ષ અનુભવ કરે છે. ૩૧૮.
मोक्षानन्दस्तु चात्रैव, प्रत्यक्षमनुभूयते । मया ध्यानोपयोगेन, क्षयोपशमभावतः ॥३१९॥
For Private And Personal Use Only