________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૦૩ ] सर्वथा सर्वदा ब्रह्मदृष्ट्या विश्वं निभालय । सर्वत्र ब्रह्मदृष्टिं त्वं, धारयस्व स्वमुक्तये ॥३१२॥
હે ભવ્યાત્મન ! તું એકત્વભાવે-અભેદભાવે બ્રહ્મસ્વરૂપમય જગતના સર્વ પ્રાણીઓને સમ્યગ્દષ્ટિથી સર્વદા જેજે. જેથી સર્વત્ર તારી બ્રહ્મદષ્ટિ-અભેદદષ્ટિ થવાથી શત્રુ-મિત્ર ભાવને વિનાશ થવાથી તારાં કર્મો દૂર થશે અને તે મુક્તિને પ્રાપ્ત કરીશ. ૩૧૨ एकमेव निजाऽऽत्मानं, चिन्तय स्वोपयोगतः। अन्य सर्व च विस्मृत्य, मनो भव निजाऽऽत्मनि ॥३१३॥
હે ભવ્યાત્મન્ ! સંસારના સર્વ જીવોને મિત્રસમ ગણીને તારા આત્મ-સ્વરૂપનું નિજત્મામાં ઉપગપૂર્વક ચિંતવન કરજે બાકી બધું ભૂલી જઈને પોતાના આત્મ-સવરૂપમાં જ લીન બનજે. ૩૧૩.
बाह्यसुखपदार्थेषु, सुखं दुःखं च नास्ति भोः। दुःखदातृत्वशक्तिखं, जडेषु नास्ति जानत ॥३१४॥
હે ભવ્યાત્મા ! બહારથી લાગતા સુખદાયક પદાર્થોમાં વાસ્તવમાં સુખ-દુઃખ નથી. ભક્તાના અધ્યવસાય પ્રમાણે તે વસ્તુ તેવી રીતે ભેગવાય છે. એક માણસને એક વસ્તુ સુખરૂપ લાગે છે. બીજાને તે વસ્તુ દુઃખરૂપે ભાસે છે. તેથી જડ પદાર્થોમાં સુખ આપવાની કે દુખ આપવાની શક્તિ નથીએ નિશ્ચયથી જાણજે. ૩૧૪.
For Private And Personal Use Only