________________
2 સોઈથી વીંધીને બનાવેલી ફૂલની માળા ચઢાવવી. 2 એક ભગવાનને ચઢાવેલા ફૂલો ઊઠાવીને બીજા ભગવાનને
ચઢાવવા. 2 ભગવાનને ફૂલોથી એ રીતે ઢાંકી દેવા કે જેનાથી બીજાને
પૂજા દર્શનમાં તકલીફ પડે. દેવ-દેવીની પૂજામાં અવિધિ... 2 અનામિકા આંગળીથી નવઅંગની પૂજા કરવી. 2 દેવ-દેવીની પૂજા પછી તેજ ચંદનથી ફરી ભગવાન,
સિદ્ધચક્ર, ગણધર વગેરેની પૂજા કરવી. 2 મુખકોશ બાંધવો નહીં. 2 દેવ-દેવીની સામે ચોખાના સાથીયા કે આવા પ્રકારના
ત્રિશુલ P વગેરે કરવા. 2 શક્તિ હોવા છતાં પૈસા એમના ભંડારમાં નાખવા નહીં. ધૂપ પૂજામાં અવિધિ... 2 દેરાસરની એકી સાથે ઘણી અગરબત્તી પ્રગટાવવી. 2 અગરબત્તીને હાથમાં પકડીને પૂજા કરવી. 2 ધૂપ પૂજાનો દૂહો બોલવો નહીં. પણ વાતો કરતાં કરતાં
ધૂપપૂજા કરવી. 2 ગભારામાં જઈને ધૂપ પૂજા કરવી. 2 ભગવાનની અતિનિકટ જઈને અથવા ભગવાનની નાસિકા
પાસે જઈને ધૂપનો ધૂમાડો છોડવો. 2 દેરાસરમાં જતાંની સાથે સૌથી પહેલાં અગરબત્તી જલાવીને
બે હાથમાં પકડીને પ્રદક્ષિણા આપવી. સ્તુતિ બોલવી આદિ
કાર્ય કરવા. 2 તુચ્છ અને સુગંધરહિત અગરબત્તી વાપરવી. 2 અગરબત્તીને આપણી પાસે અથવા ધૂપદાણીમાં એવી રીતે
રાખવી કે તેના ધૂમાડાથી બીજાને તકલીફ પડે. દીપક પૂજામાં અવિધિ... 2 દીપકનું હેડલ પકડીને અથવા થાળીમાં રાખી એક હાથથી
થાળીને (anti clockwise) ધૂમાવીને દીપક પૂજા કરવી. 2 દીપક પૂજા વખતે દુહો બોલવો નહીં. પરંતુ વાતો કરવી.
જ્યાં જાવ ત્યાં કે પછી ખોટી દિશામાં ઊભા રહીને દીપક પૂજા કરવી. 2 ભાવ રહિત “એક કામ પતે” એવા ભાવથી દીપક પૂજા
કરવી. 2 વનસ્પતિ ઘી, તેલ અથવા અન્ય અશુદ્ધ તૈલી પદાર્થો
વાપરવા. 2 ગભારામાં જઈને અથવા દીપકને ભગવાનની અતિ સમીપ
લઈ જઈને દીપક પૂજા કરવી. 2 દેરાસરમાં એક દીપક ચાલુ હોવા છતાં બીજો દીપક ચાલુ
કરવો. (જો આપણા ઘરનો દીવો હોય તો દોષ નથી) ચામર નૃત્યમાં અવિધિ.... 2 ચામર નૃત્ય કરવામાં શરમ રાખવી. 2 ચામરને હાથમાં લઈને જોર જોરથી લાઠીની જેમ ફેરવવું. 2 વ્યવસ્થિત ઊભા રહીને નૃત્ય કરવાના બદલે જ્યાં ઊભા
રહીને ચામરને એવી રીતે ઘુમાવવું કે બીજાને ડર લાગે અને
પૂજાની વિધિ વિધાનમાં દુવિધા ઉત્પન્ન થાય. સવારની પૂજાથી રાતના પાપ નાશ પામે છે. બપોરની પૂજાથી આ ભવના પાપ નાશ પામે. સાંજની પૂજાથી સાત ભવના પાપ નાશ પામે. દર્પણ દર્શન / પાંખો ઢાલવાની અવિધિ 2 દર્પણમાં પોતાનું મુખ જોવું. 2 પોતાના મુખ ઉપર પંખો ઢાલવો. 2 મોરપીંછનો પંખાના રૂપમાં ઉપયોગ કરવો. “હું ભગવાનનો સેવક બનીને સેવાભક્તિ કરું” આવી ભાવનાથી પંખો ઢાલવો જોઈએ. દેરાસરમાં જે - તે ફોટાઓ લટકાવી પૂજા કરવી ઉચિત નથી.
અક્ષત પૂજામાં અવિધિ 2 કાંકરા, ધનેરાં આદિથી યુક્ત ખંડિત કે હલકા અક્ષત
(ચોખા) વાપરવા તથા સાફ કર્યા વિના પૂજાની પેટીમાં ભરી
દેવા.
2 સાથિયો (અક્ષત પૂજા) કરતા કરતાં પ્રક્ષાલ આદિ અન્ય
કાર્ય કરવા ઊભા થવું. 2 દુહો-મંત્ર કંઠસ્થ હોવા છતાં બોલવા નહીં. 2 પહેલાં સિદ્ધશિલા કરવી પછી ત્રણ ઢગલી અને સ્વસ્તિક કરવો. અથવા પહેલાં ત્રણ ઢગલી, સિદ્ધશિલા અને
સ્વસ્તિક કરવો. 2 દેરાસરમાંથી જતી વખતે અક્ષત (ચોખા) નૈવેદ્ય, ફલ,
પાટલો વગેરે ત્યાં જ રાખી મૂકવા. 2 અક્ષત પૂજા કરતાં કરતાં “સકલ કુશલ.” ચૈત્યવંદનની
ક્રિયા ચાલુ કરવી. નૈવેદ્ય-ફલ પૂજામાં અવિધિ 2 બજારની મીઠાઈ, પીપરમેંટ, બિસ્કિટ, ચોકલેટ વગેરે
અભક્ષ્ય ચીજો વાપરવી, નૈવેદ્ય-ફળ પૂજાના દુહા-મંત્ર બોલવા નહીં.