________________
પ્રકરણ ૬ટું સમાસ પ્રકરણ
ભૂમિકા
સમાસ એટલે પદોનો સંક્ષેપ, સમાસ દ્વારા ભાષા સંક્ષિપ્ત બને છે અને થોડા શબ્દોમાં ઘણું કહી શકાય છે, દરેક ભાષાઓમાં સમાસો છૂટથી વપરાયેલા છે, સમાસ એ ભાષાનું અગત્યનું અંગ છે.
જે પદોનો સમાસ કરવાનો છે તે પદો પરસ્પર અપેક્ષિત સંબંધવાળા હોવાં જોઈએ, જે પદોનો પરસ્પર સંબંધ - અપેક્ષા નથી, તેનો સમાસ થઈ શકતો નથી, જેમકે તું દેવત્તસ્ય ગૃહં દૃશ્યતે– તું ટેવવત્તાહં દૃશ્યતે અહીં સમાસ થાય, કેમકે પદોનો પરસ્પર સંબંધઅપેક્ષા છે. પણ પુસ્તમિાં ટેવવત્તમ્ય, શ્રૃમિાં બિનવત્તસ્ય અહીં રેવત્તસ્ય, ગૃહમ્ આ પદોનો સમાસ ન થાય, કેમકે એ પદોનો સંબંધ નથી.
સમાસને એકપદ પણ કહેવાય છે અને તેથી જ એક સમાસનો બીજા પદ સાથે કે બીજા સમાસ સાથે સમાસ થઈ શકે છે.
સમાસ, એકપદ કહેવાય છે, એટલે કે એક સ્વતંત્ર શબ્દ બને છે અને આથી જ સમાસ થાય છે ત્યારે તેના શબ્દોની જુદી જુદી વિભક્તિના પ્રત્યયોનો લોપ થઈ જાય છે, અને તે સિદ્ધ થયેલાં સમાસશબ્દને વિભક્તિના પ્રત્યયો લાગે છે.
સમાસને અંતે રહેલ શબ્દના લિંગ પ્રમાણે સામાસિક શબ્દોનું લિંગ થાય છે, તેમાં અપવાદ પણ છે - તે યથાસ્થાને બતાવવામાં આવશે.
ટેવવત્તસ્ય ગૃહમ્ આનો સમાસ થાય ત્યારે દેવત્તગૃહં આમ એક શબ્દ બને અને તેનાથી વિભક્તિના પ્રત્યયો આવે અને તેનાં રૂપો ચાલે, જેમકે—
૨૦૫