________________
પાઠ ૨૬ મો રાજા દશરથે પ્રવ્રજ્યા લેવાને માટે રાણીઓ, પુત્રો અને અમાત્યોને પૂછ્યું. (આ+પ્ર)
નમસ્કાર કરીને ભરત બોલ્યો, (માધ્) ‘હે પ્રભુ ! હું આપની સાથે દીક્ષા લઈશ.' (૩૫+આ+વા)
તે સાંભળીને કૈકેયીએ ‘મારો પતિ અને પુત્ર નિશ્ચે નથી' એ પ્રમાણે વિચાર કર્યો (ધ્યે) અને બોલી,(થ્રૂ નો વર્) હે સ્વામિ ! યાદ છે ? (સ્મરસિ) ‘જે તમારા વડે પોતાની મેળે વરદાન અપાયું હતું' (વા) તે હમણાં મને આપો. દશરથે કહ્યું (થૅ) મને યાદ છે, (સ્મરમિ) વ્રતનિષેધ સિવાય જે મારે હાથ છે, તે માગ. કૈકેયીએ માગ્યું, (યાર્) જો તમે દીક્ષા લો છો તો ‘આ પૃથ્વી ભરતને આપો.’
‘આજે જ આ ભૂમિ ભરત વડે ગ્રહણ કરાય' એ પ્રમાણે તેણીને કહીને (અમિપાય) રાજા દશરથે લક્ષ્મણ સહિત રામને બોલાવ્યા (આ+à) અને કહ્યું, (અમિ+પા) આણીના સારથિપણા વડે ખુશ થયેલા મેં પહેલાં એને વરદાન આપ્યું હતું, (અપ્) તે વરદાન કૈકેયી વડે હમણાં મંગાયું છે (PI) કે ‘આ પૃથ્વી ભરતને આપો.
આ સાંભળી રામ હર્ષ પામ્યા (૧) અને બોલ્યા, (TÇ) કે ‘માતાએ મારા ભાઈ ભરતને માટે રાજ્ય માગ્યું, (યાજ્) તે સારું કર્યું છે.' ()
રામનું આ વચન સાંભળીને દશરથે જેટલામાં મંત્રિઓને આદેશ કર્યો (આ+વિશ્) તેટલામાં ભરત બોલ્યો.
હે સ્વામિ ! મેં (મા) પ્રથમ જ (આવાવેવ) આપની સાથે દીક્ષા લેવાને પ્રાર્થના કરી છે, (પ્રથિતમ્) તેથી હે તાત ! કોઈનાય વચનથી અન્યથા કરવાને આપ યોગ્ય નથી. (નાર્હતિ )
રાજા બોલ્યા (વર્) હે વત્સ ! મારી પ્રતિજ્ઞાને તું મિથ્યા ન કર. રામે રાજાને કહ્યું ‘હું હોતે છતે ભરત રાજ્ય ગ્રહણ કરશે નહિં, તેથી હું વનવાસ માટે જાઉ છું.’
એ પ્રમાણે રાજાને કહીને (પૃચ્) અને નમસ્કાર કરીને ભરત ઉંચેથી રડતે છતે, રામ વનવાસ જવા માટે નિકળ્યા. (નિર્+યા)
૧૭૮