________________
છે. જૈન સમાજમાં અત્યાર સુધી કોઈએ સંસ્કૃત બુકો બહાર પાડેલ નહિ હોવાથી જૈન સમાજની ત્રુટિ તમોએ પૂરી કરી છે. સંસ્કૃત ભણવા ઇચ્છનારને આ સરળ પુસ્તક ઘણું જ ઉપયોગી થઈ પડશે. દોશીવાડાની પોળ
૫.અમૃતલાલ પુરુષોત્તમ અમદાવાદ
માસ્તર લહેરચંદ હેમચંદ શાહ સિદ્ધહેમવ્યાકરણરૂપી સમુદ્રમાં ઉતારવા માટે હોડીરૂપ આ પ્રવેશિકાઓથી અભ્યાસક, વ્યાકરણને લગતી ઘણી મહેનત બચાવી શકે તેમ છે. ટૂંકમાં આ બુકો ઘણી ઉપયોગી છે, તેમજ કર્તાની રચનાશૈલી અને તન્મયતાભરી મહેનત પ્રશંસાપાત્ર હોવા સાથે કલિકાલ સર્વજ્ઞની અપૂર્વ ભક્તિના આદર્શરૂપ છે. ખંભાત, દાદાસાહેબની પોળ
પં. છબીલદાસ હૈમસંસ્કૃતપ્રવેશિકાનો પ્રથમ ભાગમેં મનન પૂર્વક વાંચ્યો છે અને વિદ્યાર્થીઓને તેનું બે-ત્રણ વખત પઠન-પાઠન કરાવ્યું છે. બીજા ભાગના ફરમાઓનું પણ અવલોકન કર્યું છે, તે ઉપરથી મને એમ લાગે છે કે આ પ્રવેશિકાઓ સંસ્કૃત સાહિત્યમાં એક અજોડ અને અનુપમ છે અને અગત્યતાની જરૂરીયાત પૂર્ણ કરે છે. મહેસાણા જૈન સંસ્કૃત પાઠશાળા, અધ્યાપકપુખરાજ અમીચંદ શાહ
પ્રયાસ ખરેખર સ્તુત્ય છે, દુર્લભ વસ્તુ સુલભ બનાવી છે. આપણી કૃતિ ડૉ. ભાંડારકરની માર્ગોપદેશિકાના ધોરણ ઉપર છે. ડૉ. ભાંડારકરે સિદ્ધાંત કૌમુદી ઉપર દૃષ્ટિ રાખી છે ત્યારે આપ હેમચન્દ્ર વ્યાકરણ ઉપર નજર રાખી છે, પ્રયાસ ખૂબ સ્તુત્ય છે. કલકત્તા.
મણીલાલ વનમાળી. ભાઈશ્રી શિવલાલ નેમચંદ શાહની હૈમસંસ્કૃતપ્રવેશિકા અગત્યની ચીજ હોવાનું સ્વીકારું છું. તમોએ તે માટે લીધેલ પરિશ્રમ સમાજને લાભદાયી નીવડશે. સૂચના મુજબ મુ. ચન્દ્રશેખર વિજયજી મહારાજને વંચાવેલ છે અને તેઓએ પણ સારો અભિપ્રાય આપેલ છે. મુંબઈ.
જીવતલાલપ્રતાપશી
૧૫