________________
પાઠ ૧૯ મો અમે કાલે જ્ઞાનપંચમીને દિવસે શુભ મુહૂર્ત વ્યાકરણ ભણવાનો (મધ્યેતુ) પ્રારંભ કરીશું. (W++) વ્યાકરણ ભણીને (અપત્ય) અમે સિદ્ધાન્ત ભણીશું.
જો તમે સદાચારમાં વર્તશો (વૃત) તો સરસ્વતી અને લક્ષ્મી વડે વધશો. (વૃધ)
આ મુનિ પોતાના તપ તેજવડે કર્મોને બાળી નાંખશે (પ્રશ્ન) અને શાશ્વત સુખમાં મગ્ન થશે. (મ)
- તમારા કુમારો વડે થોડા સમયમાં ઘણી વિદ્યાઓ ગ્રહણ કરાશે (9) કેમકે તેઓ વિનીત છે.
આ વાવેલાં ધાન્ય પાકી જશે (પ) ત્યારે ખેડુતો વડે કપાશે. (7) હમણાં આ કરું છું, પછી આ કરીશ, (5) એ કરીને સુવિધાય) વળી કાલે તે કરીશ, એમ સ્વપ્નતુલ્ય જીવલોકમાં કોણ માનશે?
જો રામ વનમાં ગયા ન હોય અને રાવણવડે સીતાનું હરણ કરાયું ન હોત () તો રામાયણમાં લખાત (f) પણ શું ?
કાલે મજુરો અનાજની આ ગોણીઓ ઉપાડશે. (
તમે અણહિલપુર પાટણ જશો (1) તો ત્યાં રહેલાં અતિ પ્રાચીન પુસ્તક ભંડારો અને ઐતિહાસિક પ્રાચીન અવશેષોને જોશો. (ટ્ર)
રુક્મિણીએ નારદજીને કહ્યું, આર્ય! મને આશા હતી કે, તમે મારા પુત્રની ખબર લાવશો.(કા+ની) નારદે કહ્યું, રુક્મિણી! શોકને મૂક, “હું તારા પુત્રની શોધ કર્યા વિના (મા ) ફરીથી તને જોઈશ નહિ” () આ નિશ્ચય છે, આમ કહી નારદ આકાશ માર્ગે ઉડ્યા. (૩૫)
આ ફળોને અડકવું (પુ) પણ અમને કલ્પશે નહિ (5) તો ખાવાની શી વાત.
જેમ સિંહને જોઈને હરિણો વનાંગણમાંથી નાશી જાય છે તેમ ભીમને જોઈને તે સર્વે યોધાઓ રણાંગણમાંથી નાશી જશે. (1)
૧ર૬