________________
ચરિત્રો, સ્તુતિ-સ્તોત્રો અને અન્ય ગ્રંથોમાંથી પસંદ કરીને કરવામાં આવેલી જણાય છે. એથી સંસ્કૃત જ્ઞાનવૃદ્ધિ સાથે ધાર્મિક, આધ્યાત્મિક, વ્યાવહારિક, નીતિમય બોધ મળશે અને વિવિધ સાહિત્યામૃતરસનો આસ્વાદ પણ આનંદદાયકથશે, સંસ્કૃતથી ગુજરાતી અને ગુજરાતી પરથી સંસ્કૃત રચના કરવામાં તે તે વાક્યો જ્ઞાનનો વિકાસ કરાવશે. અંતમાં આમાં ઉપયોગી થયેલાં “સિદ્ધહેમચંદ્ર' શબ્દાનુશાસનનાં પાઠ્યસૂત્રો ૭અધ્યાયોમાંથી પાઇક્રમે દર્શાવ્યા છે, તે શબ્દાનુશાસનના અભ્યાસમાં આગળ વધવા ઈચ્છતાં અભ્યાસીઓને અનુકૂલ થશે, તેમને ઉત્સાહ વધારશે એવી આશા છે. સુગમતાથી સંસ્કૃતિનું જ્ઞાન કરાવવા દીર્ઘ વિચારણા-પૂર્વક રચાયેલી આ પુસ્તિકાને પઠન-પાઠનમાં મૂકી અભ્યાસીઓએ અનુભવ કરવો જોઈએ અને રચનારનો પરિશ્રમ સફળ કરવો જોઈએ.
વિક્રમની સત્તરમી-અઢારમી સદીમાં સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનને સંસ્કૃતમાં “ચંદ્રપ્રભા' હૈમકૌમુદી' બૃહપ્રક્રિયાથી વિભૂષિત કરવાનો પ્રયત્ન ઉપાધ્યાયજી શ્રીમદવિજયજી મહારાજે તથા “શૈલઘુપ્રક્રિયા”ની રચના દ્વારા અભ્યાસીઓને અનુકૂલ કરવાનો ઉપયોગી પ્રયાસ ઉપાધ્યાયજી શ્રીવિનયવિજયજી મહારાજે કર્યો હતો. વર્તમાનમાં આધુનિક માર્ગોપદેશિકાની શૈલીએ બીજી કેટલીક વિશેષતાઓ સાથે ગુજરાતી ભાષા દ્વારા સંસ્કૃત શીખવવા અને “સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં પ્રવેશ કરાવવા રચાયેલી આ મધ્યમા પુસ્તિકા, પ્રથમાની જેમ ઉપયોગી થશે અને વિદ્યાર્થીઓને આગળની ઉત્તમા' (ત્રીજી બુક)નાં દર્શન-પઠન માટે ઉત્સુક્તા ઉત્પન્ન કરશે. તેમ થતાં રચનાર પ્રાધ્યાપક પં. શિવલાલભાઈના ઉત્સાહને વધારશે એવી આશા છે. સાધુ-સાધ્વી-સમાજમાં, પાઠશાલાઓમાં અને અન્યત્ર પઠન-પાઠન દ્વારા આ પ્રયાસ સફલ થાઓએવી શુભેચ્છા સાથે વિરમું છું. સં. ૨૦૦૮ શ્રાવણ વદિ ૭ (૫૯મા વર્ષ-પ્રારંભમાં)
લાલચંદ્ર ભગવાન ગાંધી લિંબડા પોળ, વડોદરા
(જૈન પંડિત-પ્રાચ્યવિદ્યામંદિર)
૧૨