________________
પ્રશવાળાઓ
(પ્રથમ આવૃત્તિમાંથી) શ-vમા-સાહિત્ય-જો-વિદ્યાયિનીનું
श्रीहेमचन्द्रपादानां प्रसादाय नमो: नमः॥ -મહાકવિ રામચંદ્રસૂરિ નાટ્યદર્પણ-વિવરણમાં સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી હેમચંદ્રનું મંગલ સ્મરણ અહિં સમુચિત છે, જેમના શબ્દાનુશાસન “સિદ્ધહેમચંદ્રના અભ્યાસના પ્રભાવે તેના મુખ્ય આધાર પર પ્રસ્તુત પુસ્તિકાની સંકલના થઈ શકી છે. સંસ્કૃત ભાષામાં અને ઉપર્યુક્ત શબ્દાનુશાસનમાં પ્રવેશ કરવા માટે હૈમસંસ્કૃતપ્રવેશિકા પ્રથમાની રચના પછી આ દ્વિતીયા-મધ્યમાની યોજના પણ અભ્યાસીઓને ઉપયોગી થાય તેવી જણાય છે.
મહેસાણા-શ્રીયશોવિજયજી જૈન પાઠશાળામાં વર્ષો પર્યન્ત વિદ્યાધ્યયન કરનાર અને ગુજરાતની પ્રાચીન પ્રખ્યાત રાજધાની પાટણમાં શ્રીકેસરબાઈ જૈનજ્ઞાનમંદિરમાં તથા શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરપાઠશાળામાં પ્રાધ્યાપક તરીકેનું શિક્ષણકાર્યબજાવતા ઉત્સાહી પં. શિવલાલ નેમચંદ શાહે આ દ્વિતીયા-મધ્યમાની રચનામાં પણ સારો પ્રયાસ કરેલ જણાઈ આવે છે. પ્રથમ પુસ્તિકા વિદ્યાર્થી-પ્રિય થયા પછી લગભગ ત્રણ વર્ષે આ દ્વિતીયા પુસ્તિકા પ્રકાશમાં આવે છે, એ પણ આનંદજનક છે.
આ પુસ્તિકામાં સાત પ્રકરણોમાં ૩૬ પાઠોની અને પરિશિષ્ટની કરેલી વિશિષ્ટયોજના વિદ્યાર્થીઓના અભ્યાસને ક્રમશઃ આગળ વધારવામાં ઉત્સાહ પ્રેરશે, એવી આશા રહે છે. જૂદા જૂદા ગણના ધાતુઓના વિશેષ રૂપોનું, ક્રિયાપદોનું તથા વિશિષ્ટ શબ્દોનાં રૂપોનું જ્ઞાન આમાંથી મળશે. સાથે સંસ્કૃત ભાષાના બીજા વિશેષ નિયમોનું પરિજ્ઞાન આમાંથી મળી રહેશે. સંસ્કૃત ધાતુકોશ, તથા શબ્દકોશ. દરેક પાઠ સાથે તથા પરિશિષ્ટમાં પણ આપેલ છે, તે પણ આવશ્યક હોઈ જ્ઞાનવૃદ્ધિમાં સહાયક નીવડશે. જે જે સંસ્કૃત વાક્યો-પદ્યો-સુભાષિતોની યોજના પ્રત્યેક પાઠ સાથે તથા પરિશિષ્ટમાં કરવામાં આવી છે, તે પણ અનેક કાવ્યો, નાટકો, કથા