________________
સમાલોચના
પ.પૂ.આ. શ્રી કનકસૂરીશ્વરજી મ. (કલ્યાણ જૈન માસિકામાંથી)
સમસ્ત ભારતમાં પ્રાચીન સંસ્કૃતિ, ભાષા તેમજ વિજ્ઞાનનો કલ્યાણકર પ્રચાર કરવામાં જેઓએ પોતાની સમગ્ર શક્તિઓનો સદુપયોગ ક૨વા દ્વારા જૈનધર્મનું ગૌરવ અને તેજ ફેલાવ્યું તે મહાન્ વિભૂતિ આપણા પૂર્વજ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીની અનુપમ કૃતિ, સિદ્ધહેમશબ્દાનુશાસન લગભગ ભૂલાતું જાય. એ કેટકેટલું શોચનીય કહેવાય !
આજ કા૨ણે સિદ્ધહેમશબ્દાનુશાસનના સૂત્રોને લક્ષ્યમાં રાખીને અલ્પબુદ્ધિના તથા અલ્પપરિશ્રમ લેવાની ઈચ્છાવાળા સંસ્કૃતભાષાના અભ્યાસીવર્ગને તે ભાષાના વિશિષ્ટ બોધમાં સુવિધા રહે, તે જ શુભ આશયથી, પ્રસ્તુત હૈમ સંસ્કૃત પ્રવેશિકા પ્રથમાનું આયોજન અધ્યાપક ભાઈ શ્રી શિવલાલ નેમચંદ શાહે કર્યું છે. આ પ્રવેશિકામાં ૫૧ પાઠો છે, પણ આ પાઠો સરળ અને સંસ્કૃત ભાષાના પ્રાથમિક અભ્યાસીને દરેક રીતે અનુકૂલ રહે તે રીતે ટુંકાણમાં યોજ્યા છે. પાઠોની સંકલના, પદ્ધતિપૂર્વકની ક્રમસર તથા અભ્યાસી વર્ગના જ્ઞાનને ધીરેધીરે વિસ્તૃત કરવાની સમુચિત યોજના પૂર્વકની છે. વાક્યો, શબ્દો, નિયમો ઈત્યાદિ, સંસ્કૃત ભાષાનું અધ્યયન કરવામાં પ્રગતિ કરનારા અભ્યાસીગણની કક્ષાને નજર સમક્ષ રાખીને યોજવામાં આવેલ છે. આ પ્રવેશિકાના યોજક પં. શ્રી શિવલાલભાઈએ મહેસાણા સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરી, વર્ષો સુધી ત્યાં અધ્યાપકના સ્થાને રહી, સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓમાં સારૂં પ્રભુત્વ પ્રાપ્ત કરેલ છે. ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન' વ્યાકરણ ગ્રંથના પઠન-પાઠનમાં તેમણે સુંદર
૬