________________
गणाः सर्वत्र पूज्यन्ते, दूरेऽपि वसतां सताम् । केतकीगन्यमाघ्रातुं स्वयं गच्छन्ति षट्पदाः ।। एकेन शुष्कवृक्षेण दह्यमानेन वह्निना। दह्यते काननं सर्व, दुष्पुत्रेण कुलं यथा ॥
| ગુજરાતી વાક્યો મેઘ વરસતે છતે મોરો નાચે છે. દીવો હોતે છત કોણ અગ્નિની અપેક્ષા રાખે છે? મહેલમાં પ્રવેશ કરતી રાણીઓને જોતો રાજા ઉભો છે. વખત જતાં તેનો શોક શાન્ત થયો. દિવસો જતાં રતિલાલ પંડિત થયો. વેલડીનું મૂળ નષ્ટ થયે છતે પાંદડાં સૂકાય છે. ગુરુ ઊભા છતાં શિષ્ય બેસે છે. જીવતો માણસ કલ્યાણ જુએ છે. સજ્જનોનો સજ્જનોની સાથે સંગ પુણ્યથી જ થાય છે. ગામ જતી માતાને જોતી બાળા રડે છે. તમારા ઘરે આવતાં મને આનંદ થાય છે. વનમાં ચરતી ગાયોએ તળાવમાં પાણી પીતો વાઘ જોયો. આ રસ્તે ચાલતાં લોકોનું ધન ચોરો ચોરતા નથી. દોડતા ઘોડા ઉપરથી તે પડી ગયો. ચોરો વડે ચોરાતાં ઘરેણાં અમે મેળવ્યાં. લોકોને પીડા કરતા માણસોને રાજા દંડે છે અને મારે છે.
અભ્યાસ ૭ ૧ વિ. અને વ. ક. નાં ત્રણે લિગે રૂપો બોલો. ૨ સંધિ કરો,. મને ખનિઃ રમા ૩ સતિ સપ્તમીના દાખલા આપો. ૪ વ. ફ. નાં કર્તરિ, કર્મણિ વાક્યો બનાવો.
t