________________
समतासागरे
द्वितीयस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्रमणीवग्रहानेष, परिषहो महात्मनः । लक्ष्यभ्रष्टो भवारण्ये -ऽसावधः कपिवत्पतेत् ।।५८।। हृषीकरिव सन्मानैः सावधानस्सदा भवेत् । देयमेवावधानं हि, स्वात्महितप्रवृत्तये ।।५९ ।।
સરળ હૃદયના સ્વામિને નમસ્કાર થાઓ.
તને જેવો સ્ત્રીનો પરિષહ મોટો છે, આ પણ તેવો જ પરિષહ છે. અહીં ચૂક્યો તો લક્ષ્યને ચૂકી ગયેલ વાંદરાની જેમ તું ભવાટવીમાં પડીશ. ઈન્દ્રિયોથી ય સાવધાન ને સન્માનોથી ય સાવધાન. આત્માનાં હિત તરફ જ દૃષ્ટિ રાખવી.II૫૮,૫૯ll
न माया गुरुभिस्सार्द्ध, साधुभिश्च कदापि न । मोक्षकामी ह्यकार्षीत्स, इच्छन्नुन्नतिमात्मनः ।।१०।। न चित्ते वाचि काय वा, तस्याऽभवद्विपर्ययः । मः कषायाग्निसंताप -हारी सोऽस्तु सदाऽपि नः ।।६१ ।।
ગુરુ સાથે માયા શાની ? અરે, સાધુ સાથે ય તેમને માયા ન હતી. કારણ મોક્ષની માયા- ઈચ્છા હતી. માયામાં પડ્યા એટલે ઉન્નતિનાં દ્વાર બંધ. તેમને જેવું મનમાં હતું. તેવું જ વચનમાં... તેવું જ કાયામાં પણ હતું. ઓ મહર્ષિ ! કષાયોમાં બળતા અમને આપ ચંદ્ર થઈને ઠંડક આપજો.I૬૦,૬ની
(વસન્નતના) भान्वर्षिभानुवरभानुमहाप्रसारात्
पद्मर्षिपद्मसुरभिप्रभवप्रभावात् । भ्राताऽनयोश्च भगिनी च गतौ यमित्वं
तद्वंशहीरकखनेरपरं मिलेत्किम् ? ।।६२ ।।
પૂ. ભાનુ વિ. રૂપી સૂર્યના ઉત્તમ કિરણોના મહાપ્રસારથી અને પૂ. પદ્મ વિ. રૂપી પદ્મની સુગંધના પ્રભાવથી તેમના સંસારી ભાઈ અને બેન પણ દીક્ષિત બન્યા. હા, તેમના વંશરૂપી હીરાની ખાણમાં (હીરા સિવાય) બીજું શું મળે ?liદરા
૧. ઈન્દ્રિયો વડે. ૨. ચંદ્ર.