________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંથા ૧૧
ભવાભિનંદીજીવો ના ૧૧ દુર્ગુણો (૧) આહારને માટે ધર્મ કરે (૨) પૂજાવાને માટે ધર્મ કરે (૩) ઉપધિ (વસ્ત્ર-પાત્રાદિ) ને માટે ધર્મ કરે. (૪) ઋદ્ધિગારવ (શ્રાવકો મારા થશે, તેમનાથી મારું ગુજરાન ચાલશે) માટે ધર્મ કરે (૫) શુદ્ર-પારકાં છિદ્ર ઉઘાડે, બીજાના અલ્પ અવગુણ દેખી લોકોની આગળ વિશેષ પ્રકારે કહે અને ગુણ ઢાંકે, પોતાની બડાઈ મારે, પોતાનો ઉત્કર્ષ થાય તેમ લોકોની આગળ બોલે (૬) લોભી-ધન ધાન્ય વસ્ત્ર કીર્તિ આદિ મેળવવામાં તત્પર-લીન હોય તેમજ પોતાની પાસે રહેલી વસ્તુ ભોગવી ન શકે તેમ બીજાને પણ આપી શકે નહિ, સર્વની પાસે માગતો ફરે (૭) દીન-પુગલિક વસ્તુના વિયોગે કરી રાંક, ભવિષ્યકાળની ચિન્તા કરે કે-હાય હાય હું શું ખાઈશ? હું શું કરીશ? એવી ચિત્તાઓ કરે (૮) મત્સરી,-ઇર્ષાળુ, બીજાના ગુણને સહન કરે નહિ, બીજાને સુખી જોઈ પોતે દુઃખી થાય અને બીજાને દુઃખી જોઈ પોતે રાજી થાય-મલકાય (૯) ભયવા-નિરંતર સર્વલોકથી ભય પામતો રહે, પુદ્ગલિક વસ્તુના વિયોગનો ભય રાખે (૧૦) શઠ-કપટી આચાર વિચાર અને ઉચ્ચારમાં જુદાઈ હોય (૧૧) અજ્ઞાની-ધર્મ અને આધર્મના સ્વરૂપથી અજાણ હોય. (૨) શ્રાવક પડિમા-૦ સમ્યકત્વ (અતિચાર અને આગાર રહિત સમ્યકત્વ પાળે) ૦ વ્રત (અતિચાર અને આગાર રહિત વ્રત પાળે, પૂર્વની પડિમાના અનુષ્ઠાન સહિત) સામાયિક
For Private And Personal Use Only