________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંથા ૨૪ (૧) ફરતા સૂર્ય-ચંદ્ર-મનુષ્યલોકમાં સૂર્યની બે પંક્તિ અને ચંદ્રની બે પંક્તિ મળી ચાર પંક્તિઓ હોય છે, તે એકેક પંક્તિમાં સૂર્ય અને હક ચંદ્ર હોય છે. એટલે ૧૩૨ સૂર્ય અને ૧૩ર ચંદ્ર મળી ૨૬૪ થાય (૨-જંબુમાં, ૪-લવણમાં. ૧૨ ધાતકીખંડમાં. ૪ર-કાળોદધિમાં, ૭૨-પુષ્કરાર્ધમાં કુલ૧૩૨ સૂર્ય, તેવી રીતે ચંદ્ર)
સંસ્થા ૨૭૦ (૧) છ વ્રતના ભાંગા-પ્રથમ મહાવ્રત-સર્વથાપ્રાણાતિપાતવિરમણના-૪ ત્રસ. બાદર, સ્થાવર અને સૂક્ષ્મ. બીજું મહાવ્રત સર્વથામૃષાવાદવિરમણના-૪-ક્રોધ, લોભ, ભય અને હાસ્ય. ત્રીજું મહાવ્રત-સર્વથાઅદત્તાદાનવિરમણના-૯-ગામ, નગર, અરણ્ય, અલ્પ, બહુ, અણુ, પૂલ, સચિત્ત અને અચિત્ત. ચોથું મહાવ્રત-સર્વથામૈથુન વિરમણના-૩-દેવ, મનુષ્ય અને તિર્યચ. પાંચમું મહાવ્રત-સર્વથાપરિગ્રહવિરમણના-૬-અલ્પ, બહુ, અણુ, પૂલ, સચિત્ત અને અચિત્ત. છäવ્રત-સર્વથારાત્રિભોજનવિરમણના-૪-અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. કુલ-૩૦ ને મન-વચન અને કાયાથી કરવા-કરાવવા અને અનુમોદવાના ત્યાગ રૂપ નવ વડે ગુણવાથી ૨૭૦ થાય.
૧૧૯
For Private And Personal Use Only