________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્રોના
(૪) નૈમિત્તિકઃ- નૈમિત્તિક જાણપણાવડે જિનશાસનની પ્રભાવના કરે તે (૫) તપસ્વી-ઉગ્ર તપશ્ચર્યા વડે જિનશાસનની પ્રભાવના કરે તે (૬) વિદ્યાવાન-વિશિષ્ટ વિદ્યા-મંત્ર વડે જિનશાનની પ્રભાવના કરે તે (૭) સિદ્ધિ સંપન્ન-અંજન આદિની સિદ્ધિઓ વડે જિનશાસનની પ્રભાવના કરે તે. (૮) કવિ-કવિત્વ શક્તિ વડે જિનશાનની પ્રભાવના કરે તે. (આ આઠ પ્રભાવક જિનશાસનની પ્રભાવના કરનારા હોય છે).
પાવયણી ધમ્મકહી વાઇ, નેમિત્તઓ તવસ્તી ય; વિજ્જા સિદ્ધય કઇ, અઢેવ પભાવગા ભણિયા .......
(૫) ભૂષણ-(૧) જૈનશાસનેકૌશલમ્-શાસ્ત્રાનુસા૨ી ક્રિયા કરવામાં કુશળ હોય તે (૨) તીર્થસંવા-સ્થાવરતીર્થ શત્રુંજયાદિ તથા જંગમતીર્થ સાધુ-સાધ્વી તે બંને તીર્થોની યથાયોગ્ય સેવા કરવામાં તત્પર હોય તે. (૩) ભક્તિઃ-શ્રી સંઘની યથાયોગ્ય ભક્તિ કરે તે. (૪) સ્વૈર્યમ્-સમકિતમાં દૃઢતા ધારણ કરે તે. (૫) જિનશાસન પ્રભાવના-જિનશાસનની બીજાઓ પણ અનુમોદના કરે એવા કાર્યો કરે તે. (આ પાંચ ભૂષણ સમકિતને શોભાવનારા છે.).
(૫) લક્ષણ-(૧) શમઃ (ઉપશમ) - કષાયોને દબાવે-મંદ કરે, ક્રોધને ક્ષમાથી દબાવે, માનને વિનયથી દૂર કરે, માયાને સરળતાથી દૂર કરે, લોભને સંતોષથી દબાવે. (૨) સંવેગઃમોક્ષની તીવ્ર અભિલાષા ધારણ કરે, ચક્રી અને ઇન્દ્રના સુખને
૧૧૩
For Private And Personal Use Only