________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવર્ણવાદ વર્જવો (૫) મન, વચન, કાયાએ કરી આશાતના ન કરવી (આ દશ પ્રકારનો વિનય સમકિતિ આત્મામાં હોય છે.) (૩) શુદ્ધિ-(૧) મનશુદ્ધિ-જિન અને જિનમત (ચતુર્વિધ સંઘ) વિના સર્વ જગતને અસાર જાણે (૨) વચનશુદ્ધિ-જિનેશ્વરની ભક્તિ કરવાથી સર્વ મનોવાંછિત ફળે છે. તો પણ પોતાના અશુભ કર્મોદયે જે કાર્ય જિનભક્તિથી નવિ થયું તે બીજાથી કેમ થાય? એમ જાણીને અન્યની પ્રશંસા કરે નહિ, (૩) કાયશુદ્ધિવીતરાગ પરમાત્મા વિના બીજાને પૂજ્યભાવે વંદન નમસ્કાર કરે નહિ. (આ ત્રણ શુદ્ધિ સમકિતને નિર્મળ રાખનાર છે.) (૫) દુષણ-(૧) શંકા-જિનમતમાં શંકા કરવી તે (૨) કાંક્ષાજિનમત સિવાય અન્ય અન્ય મતોની ઇચ્છા કરવી તેમજ તેમનો માર્ગ સારો જાણવો તે. (૩) વિતિગિચ્છા-શુદ્ધક્રિયાના ફળ સંબંધમાં સંદેહ કરવો તે, તેમજ જિનમતમાં દુર્ગચ્છા ધરવી સુગ-ધારણ કરવી તે. (૪) અન્યતીર્થિક પ્રશંસા-અન્ય તીર્થિકોની પ્રશંસા કરવી તે. (૫) અન્યતીર્થિક પરિચય - અન્ય તીર્થિકો સાથે ધર્મ સંબંધી પરિચય કરવો તે. (આ પાંચ દુષણોનું વર્જન કરીને સમકિતને નિર્મળ રાખવું. (૮) પ્રભાવક-(૧) પ્રવચની-જૈનતત્ત્વનું પ્રવચન કરીને જિનશાસનની પ્રભાવના કરે તે. (૨) ધર્મકથી-ચાર પ્રકારની ધર્મકથાઓ કરીને જિનશાસનની પ્રભાવના કરે તે. (૩) વાદી-તર્ક વડે વાદવિવાદ કરી જિનશાસનની પ્રભાવના કરે તે
૧૧ ૨
For Private And Personal Use Only