________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પરિહરૂં' બોલે.
નિયાણશલ્ય-મિથ્યાત્વશલ્ય ૪૧-પછી મુહપત્તિવાળીને જમણા હાથમાં મુહપત્તિ રાખી જમણા ખભાને પૂજતાં ‘ક્રોધ પરિહરૂં' બોલે, ૪૨-ડાબા હાથમાં મુહપત્તિ રાખી ડાબા ખભાને પૂજતાં ‘માન પરિહરૂં' બોલે. ૪૩-ડાબાહાથમાં જ મુહપત્તિ રાખીને જમણા ખભાને પૂજતાં ‘માયા પરિહરૂં’ બોલે. ૪૪-જમણા હાથમાં મુહપત્તિ રાખીને ડાબા ખભાને પૂજતાં ‘લોભ પરિહરૂં' બોલે. ૪૫- થી ૫૦જમણા હાથમાં મુહપત્તિ અને ઓધો રાખી ઓઘાથી જમણા પગને પૂજતાં ‘પૃથ્વીકાય-અપકાય-તેઉકાયની જયણા કરૂં' અને ડાબા પગને પૂજતાં વાયુકાય-વનસ્પતિકાય-ત્રસકાયની જયણા કરૂં. બોલે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને-૪૦-બોલ-લલાટના લેશ્યા ૩, હૃદયના શલ્ય ૩, ખભાના ક્રોધાદિ ૪, આ ૧૦ બોલ સિવાય. તેથી તેમને મુહપત્તિના ૨૫, અને શરીરના ૧૫ હોય.
(૨) તપના ભેદ-૧-૨-યાવત્કથિક અને ઇત્વરિક અનશન. ૩-૪-બાહ્ય અને અત્યંતર ઉનોદરી, ૫ થી ૮, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી વૃત્તિસંક્ષેપ, ૯-કાયક્લેશ, ૧૦-૨સત્યાગ, ૧૧ઇન્દ્રિય-કષાય અને યોગવિષયક સંલીનતા, ૧૨-સ્ત્રી-પશુ વિ. થી વર્જિતસ્થાન, ૧૩ થી ૨૨-પ્રાયશ્ચિત્ત (સંખ્યા-૧૦-માં) ૨૩ થી ૨૯-જ્ઞાન-દર્શન-ચારિત્ર-મન-વચન-કાયા અને ઉપચાર વિષયક વિનય, ૩૦ થી ૩૯-આચાર્યાદિનું વૈયાવચ્ચ (સંખ્યા-૧૩૦ માં) ૪૦ થી ૪૪-સ્વાધ્યાય (સંખ્યા-૫-માં)
૧૦૭
For Private And Personal Use Only