________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાનમાં ન રાખે તેમ ઘણા ગુપ્ત સ્થાનમાં ન રાખે તેમજ સારા પાડોશમાં રાખે વળી ઘણાં દ્વાર ન રાખે, ૮-સદાચારી પુરુષોની સોબત કરે, ૯-માતા-પિતાદિ વડિલોની સેવા કરે, આજ્ઞા પાળે અને નમસ્કાર કરે, ૧૦-ઉપદ્રવવાળા સ્થાનગામનો ત્યાગ કરે, દેવ ગુરુ અને સાધર્મિકનો જ્યાં મેળાપ થાય તેવા ગામમાં અને તેવા સ્થાનમાં રહે, ૧૧-દેશ-જાતિકુલ અને કાલ નિન્દ્રિત કાર્ય કરે નહિ, ૧૨-આવક કરતાં ખર્ચ ઓછો રાખે, ૧૩-પોતાના વૈભવ (જાતિ-અવસ્થા-દેશ-કાળવય) ને અનુસારે વેશ પહેરે; ૧૪-વીતરાગની વાણીને સાંભળવાની ઇચ્છા રાખે, સાંભળે, સારી રીતે ગ્રહણ કરે, યાદ રાખે, અન્ય અર્થો પણ વિચારે, વિરોધી અને અવિરોધીનો ભેદ કરે, યથાર્થ અર્થ જાણે, તેમાં વિધિ-નિષેધ કરે, ૧૫દરરોજ ધર્મ સાંભળે, ૧૭-અજીર્ણ ભોજન ત્યાગ કરે. ૧૭પથ્યાપથ્યનો વિચાર કરી હિતકારી, તથા પ્રમાણથી યુક્ત અને યોગ્ય સમયે ભોજન કરે, ૧૮-૫૨સ્પ૨ એક બીજાને વિરોધ ન આવે એવી રીતે ધર્મ અર્થ અને કામને સાધે. ૧૯-અતિથિ, દીન અને સાધુનો સત્કાર કરે, ૨૦-કદાગ્રહી બને નહિ, ૨૧ગુણીજનોનું બહુમાન કરે, ૨૨-વિરુદ્ધ (હિતનો બાધક) દેશ અને કાળના વ્યવહારનો ત્યાગ કરે, ૨૩-પોતાની અને બીજાની શક્તિ ઓળખીને કામ કરે, ૨૪-વ્રતધારી અને જ્ઞાનીઓની પૂજા કરનાર ૨૫-પોષ્યનું પોષણ કરનાર, ૨૭પૂર્વાપરનો વિચાર કરી લાભાલાભ વિચારી કાર્ય કરે, ૨૭
૧૦૨
For Private And Personal Use Only