________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
સંથા 33 (૧) ગુરુની આશાતના-૧-૨-૩ગુરુની આગળ ચાલે. ઉભો રહે, બેસે. ૪-૫-૬-ગુરુની પડખે ચાલે. ઉભો રહે-બેસે. ૭૮-૯-ગુરુને અડકીને ચાલે, ઉભો રહે. બેસે ૧૦-ગુરુની પહેલા ભોજન કરે. ૧૧-ગુરુની પહેલા ઇરિયાવહિ કરે. ૧૨ગુરુ બોલાવે ત્યારે જાગતો હોય છતાં ઉત્તર આપે નહિ. ૧૩આવતા શ્રાવકોને ગુરુ પહેલા પોતે પોતાની પાસે બોલાવે. ૧૪-ગુરુને છોડી બીજે ગોચરી આલોવે. ૧૫-ગુરુ પહેલા બીજને ગોચરી બતાવે. ૧૬-આહાર વાપરવા માટે ગુરુ પહેલા બીજાને આમંત્રણ આપે. ૧૭-ગુરુને પુછુયા વિના બીજાને આહાર આપે. ૧૮-સ્નિગ્ધ આહાર ગુરુને ન આપતાં પોતે જ વાપરી જાય.
૧૯-ગુરુ બોલાવે ત્યારે બહેરાની જેમ શુન્ય બેસી રહી ઉત્તર આપે નહિ. ૨૦-ગુરુ બાલાવે ત્યારે છંછેડાઇ કડવા વચન બોલે. ૨૧-ગુરુ પાસે જઇ નમ્રતાથી ઉત્તર ન આપતાં આસને બેઠાં બેઠાં જ ઉત્તર આપે. ૨૨-શું છે? એવું વિનય રહિત ગુરુ સાથે બોલવું. ૨૩-ગુરુ, કામ માટે બોલાવે ત્યારે તમે જ કરોને એમ તોછડાઇથી જવાબ આપે. ૨૪-તમે જ કરોને “મને જ દેખ્યો છે એમ ગુરુને તર્જના કરે. ૨૫-ગુરુને વ્યાખ્યાતા જોઇ અથવા તેમના ભક્તો જોઇ પોતે નારાજ થાય ૨૬-વ્યાખ્યાનમાં “એમ નથી“આ અર્થ નથી' એમ બોલવું. ૨૭-સભાને કહે પછી તમને સમજાવીશ, એવું ડહાપણ કરી,
૯૮
For Private And Personal Use Only