________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભમાવતો વાંદે (૪) જંબુ વિદેહ વિજય-(લે. સ. ૧૫૪ થી ૧૫૭ માં)
(૫) યોગસંગ્રહ-૧-આચાર્યે શિષ્યની પાસે આલોચના લેવી, ૨-લીધેલી આલોચના-આચાર્ય બીજાને કહે નહિ. ૩આપત્તિમાં પણ ધર્મમાં દૃઢ રહે. ૪-આલોકની ઇચ્છા વિના ક્રિયા કરે. ૫-ગ્રહણ-આસેવન શિક્ષાનું સેવન કરે. ૬-શરીરની દવા કરાવે નહિ. ૭-તપ કરી બીજાને કહે નહિ. ૮-નિર્લોભ તપ કરે. ૯-નિર્ભય પણે પરિષહો જીતવા. ૧૦-સરલતા ૧૧સંયમની નિર્મળતા. ૧૨-સમકિતની શુદ્ધિ કરે. ૧૩-સમતામાં રહી ચિત્તની સમાધિ કરે. ૧૪-શુભ આચરણની તત્પરતા. ૧૫-વિનયમાં તત્પર રહે. ૧૬-દીનતા ધારણ કરે નહિ. ૧૭પરમાં મોહ ત્યાગ રૂપ સંવેગમાં તત્પર રહે૧૮-કપટ રહિત વ્રત ધારણ કરવામાં તત્પર રહે. ૧૯-દરેક કાર્ય શુભ વિધિ પૂર્વક કરે. ૨૦-સંવર ભાવમાં વર્તે. ૨૧-પોતાના દોષોને દૂર કરે. ૨૨-સ્વઇચ્છાથી વિરક્ત ભાવ રાખે. ૨૩-મૂલગુણ પચ્ચખાણ કરે. ૨૪-ઉત્તરગુણ પચ્ચકખાણ કરે. ૨૫-દ્રવ્ય અને ભાવ વિષયોનો ત્યાગ કરે. ૨૬-પ્રમાદનો ત્યાગ કરે. ૨૭-ક્ષણે ક્ષણે સમાચારી અનુષ્ઠાનમાં પ્રવર્તે. ૨૮-ધ્યાનમાં સમ્યક્ પ્રકારે વૃત્તિ ધારણ કરે. ૨૯-મૃત્યુ જનક વેદનામાં પણ ગભરાય નહિ. ૩૦-સંસારિક વસ્તુના સંગનો ત્યાગ કરે. ૩૧દોષોનું પ્રાયશ્ચિત કરે. ૩૨-અન્તિમ ક્ષમા યાચના કરે અને આરાધના કરે (સમ.).
For Private And Personal Use Only