________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નમિ જિન-પ્રથમ થોથ શ્રી નમિજિન નમિય, પાપ સંતાપ ગમીયે, નિજ તત્ત્વમાં રમીયે, સર્વ અજ્ઞાન વમીએ; વિ વિપ્નને દમયે, વર્તિએ પંચ સમિએ, નવિ ભવન ભમીયે, નાથ આણા ન ક્રમીયે. .. દશે ક્ષેત્રના ઈશ, તીર્થપતિ જેહ ત્રીશ, ત્રિહું કાલ ગણીશ, નેવું જિનવર નમીશ; અહંત પદ ત્રીશ, સાઠ દીક્ષા જપીશ, કેવલી જગદીશ, સાઠ સંખ્યા ગણીશ. સિગ નય યુત વાણી, દ્રવ્ય છ% ગવાણી, સગ ભંગી ઠરાણી, નવ તત્વે વખાણી; જે સુણે ભવિ પ્રાણી, શુદ્ધ શ્રદ્ધાન આણી, તે વરે શિવરાણી, શાશ્વતાનંદ ખાણી. દેવી ગંધારી, શુદ્ધ સમ્યક્ત ધારી, પ્રભુ સેવા કારી, સંઘ ચઉવિહ સંભારી; કરી સેવના સારી, વિઘ્ન દૂરે વિદારી, રૂપવિજયને પ્યારી, નિત્ય દેવી ગંધારી.
દ્વિતીય થોથા નમિજિન જયકારી, સેવિયે ભક્તિધારી, મિથ્યાત્વ નિવારી, ધારીએ આણ સારી; પરભવ વિસારી, સેવિયે સુખકારી, જિમ લહો શિવનારી, કર્મ મલ દૂરે ઠારી.
For Private And Personal Use Only