________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવતિ જિનરાયા, શુક્લ ધ્યાને સુહાયા, સોહં પદ પાયા, ત્યક્ત મદ મોહ માયા; સુરનર ગુણ ગાયા, કેવલ શ્રી સુહાયા, તે સવિ જિનરાયા, આપજો મોક્ષ માયા. . કેવલ વર નાણે, વિશ્વના ભાવ જાણે, બાર પર્ષદા ઠાણે, ધર્મ નિજી વખાણે; ગણધર તિણે ઠાણે, ત્રિપદીએ અર્થ માણે, જે રહે સુહ ઝાણે, તે રમે આત્મ નાણે.. વૈરૂસ્યા દેવી, ભક્તિ હિયડે ધરેવી, જિન સેવા કરવી, વિપ્નના વૃંદ ખેવી; સંઘ દુરિત હરેવી, લચ્છી લીલા વરેવી, રૂપવિજય કહેવી, આપજો મૌજ દેવી.
દ્વિતીય થોથ મલ્લિ જિન રાજા, સેવીયે પુણ્ય ભાજા, જિમ ચડત દિવાજા, પામીયે સુખ તાજા; કોઈ લોપે ન માજા, નિત્ય નવા સુખ સાજા, કોઈ ન કરે જા -- જા, પુણ્યની એહ માજા. મલ્લિ નમી નામે, કેવલજ્ઞાન પામે, દશ ક્ષેત્ર સુઠામે, તિમજ ભિન્ન ભિન્ન નામે; ત્રણ્ય કાલ નિમાયે, ઘાતિયાં કર્મ વામે, તે જિન પરિણામે, જઈ વસે સિદ્ધિ ધામે.
૮૧
For Private And Personal Use Only