________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય ચૈત્યવંદન પુરૂષોત્તમ પરમાત્મા, પરમ જ્યોતિ પરધાન; પરમાનંદ સ્વરૂપ રૂ૫, જગતમાં નહીં ઉપમાન. મરકત રત્ન સમાન વાન, તનુ કાન્તિ બિરાજે; મુખ સોહા શ્રીકાર દેખી, વિધુમંડલ લાજે.. ઇંદિવર દલ નયન સયલ, જન આનંદકારી; કુંભરાય કુલ ભાણ ભાલ, દિધિતિ મનોહારી............. સુરવધુ નરવધૂ મલી-મલ્લી, જિનગુણગણ ગાતી; ભક્તિ કરે ગુણવંતની, મિથ્યા અધધાતી. ............. મલ્લિનિણંદ પદ પદ્મની એ, નિત્ય સેવા કરે જેહ; રૂપવિજય પદ સંપદા, નિશ્ચય પામે તેહ..
દ્વિતીય દેવવંદન સમાપ્ત શ્રી મક્ષિજિન-દીક્ષાલ્યાણક-તૃતીય દેવવંદન
પ્રથમ ચૈત્યવંદન અદ્ભુત સુગંધિ શ્વાસ, નહીં રોગ વિકાર; મેલ નહીં જસ દેહ રહે, પ્રસ્વેદ લગાર. સાગરવા ગંભીર ધીર, સુરગિરિ સમ જેહ;
ઔષધિપતિ સમ સૌમ્ય કાંતિ, વર ગુણગણ ગેહ. ........ સહસ અષ્ટોત્તર લક્ષણે એ, લક્ષિત જિનવર દેહ; તસ પદ પદ્મ નમ્યા થકી, ન રહે પાપની રેહ. .............
૭૫
For Private And Personal Use Only