________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મલિજિન-જન્મકલ્યાણક-સ્તવન (રાગ : મારો પિયુડો પરઘર જાય, સખીશું કહીયે રે..) મિથિલા તે નગરી દીપતી રે, કુંભ નૃપતિ કુલસંસ; મલ્લિ નિણંદ સોહામણો રે, સયલ દેવ અવતંસ............ ૧ સખી સુણ કહિયે રે, મારો જિનજી, મોહનવેલી, હિયડે વહીયે રે. ટેક. છપ્પન દિશિકુમરી મલી, કરતી જન્મનાં કાજ; હજાલી હરખે કરી રે, હુલરાવે જિનરાજ..............સ. ૨ વીણા વજાવે વાલહી રે, લળી લળી જિન ગુણ ગાય; ચિરંજીવો એ બાલુડો રે, જિમ કંચનગિરિ રાય.......સ0 ૩ કેઈ કરમાં વીંજણ ગ્રહી રે, વિજે હરખે વાય; ચતુરા ચામર ઢાળતી રે, સુરવધૂ મન મલકાય. ..સ0 ૪ નાચે સાચે પ્રેમથી રે, રાચે માચે ચિત્ત; જાચે સમકિત શુદ્ધતા રે, ભવજલ તરણ નિમિત્ત. ....સ૦ ૫ ઉર શિર સ્કંધ ઉપર ધરે રે, સુરવધૂ હોડાદોડી; જગત તિલક ભાલે ધરી રે, કરતી મોડામોડી. .........સ0 ક તવ સુરપતિ સુરગિરિ શિરે રે, નમન કરે કરજોડી; તિર્થોદક કુંભા ભરી રે, સાઠ લાખ એક કોડી. .......સ૦ ૭ જિન જનની પાસે ઠવી રે, વરસી રયણની રાશિ; સુરપતિ નંદીશ્વર ગયા રે, ધરતાં મન ઉલ્લાસ........સ) ૮ સુરપતિ નરપતિએ કર્યો રે, જન્મ ઉત્સવ અતિ ચંગ; મલ્લિ નિણંદ પદ પદ્મશું રે, રૂપવિજય ધરે રંગ...સ)
૭૪
For Private And Personal Use Only