SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય ચૈત્યવંદન અવધિજ્ઞાને આભોગિને, નિજ દીક્ષા કાલ; દાન સંવત્સરિ જિન દીયે, મનોવાંછિત તત્કાલ. ........... ૧ ધન કણ કંચન કામિની, રાજઋદ્ધિ ભંડાર; છંડી સંયમ આદરે, સહસ પુરૂષ પરિવાર. મૃગશિર શુદિ એકાદશીએ, સંયમ લીયે મહારાજ; તસ પદ પદ્મ સેવન થકી, સીઝે સઘલાં કાજ. ............. ૩ (પછી જંકિંચિં૦ નમુત્યુë કહીને જયવયરાય સંપૂર્ણ કહેવા.) પ્રથમ દેવવંદન સમાપ્ત શ્રી મલિજિબ જન્મ-કલ્યાણક દ્વિતીય દેવવંદન હવે પ્રથમના દેવવંદનની માફક, ચારેય દેવવંદનની વિધિ સમજી લેવી. પ્રથમ ચૈત્યવંદન જય જય મલ્લિ નિણંદ ચંદ, ગુણ કંદ અમંદ; નમે સુરાસુર ચંદ, તિમ ભૂપતિ વંદ........... ................. ૧ કુસુમમેહ શય્યા કુસુમ, કુસુમાભરણ સોહાય; જનની કુખે જબ જિન હંતા, મલ્લિ નામ તિણે ઠાય. .... ૨ કુંભ નરેશ્વર કુલતિલો એ, મલ્લિનાથ જિનરાજ; તસ પદ પદ્મ નમ્યા થકી, સિઝે સઘલાં કાજ. .......... ૭૧ For Private And Personal Use Only
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy