________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અજિન દીક્ષાકલ્યાણક તવન
(રાગ : ફતેમના ગીતની દેશી) જગપતિ શ્રી અરજિન જગદીશ, હસ્તિનાગપુર રાજયો; જગપતિ રાયસુદર્શન વંદ, મહિમા મહિમાંહે ગાજીયો.... ૧ જગપતિ કંચન વરણ શરીર, કામિત પુરણ સુરતરૂ; જગપતિ લંછન નંદાવર્ત, ત્રણ ભુવન મંગલ કરૂ....... ૨ જગપતિ પખંડ ભરત અખંડ, ચક્રવર્તિની સંપદા; જગપતિ સહસ બત્રીસ ભૂપાલ, સેવિત ચરણકમલ સદા. ૩ જગપતિ સોહે સુંદર વાન, ચઉસઠ સહસ અંતે ઉરી; જગપતિ ભોગવી ભોગરસાલ, જોગ દશા ચિત્તમાં ધરી. . ૪ જગપતિ સહસ પુરુષ સંઘાત, મૃગશિર શુદિ એકાદશી; જગપતિ સંયમ લીયે, પ્રભુ ધીર, ત્રિકરણ યોગે ઉલ્લતી.. પ જગપતિ ચોસઠ સુરપતિ તામ, ભક્તિ કરે ચિકત્ત ગહગહી; જગપતિ નાચે સુરવધુ કોડિ, અંગમોડી આગલ રહી. ... હું જગપતિ વાજે નવ નવ છંદ, દેવ વાજિંત્ર સોહમણા; સુરપતિ દેવદુષ્ય હવે બંધ, પુષ્પવૃષ્ટિ કરે સુર ઘણા. .....૭ જગપતિ ધન્ય વેલા ઘડી તેહ, ધન્ય તે સુર નર ખેચરા; જગપતિ જેણે કલ્યાણક દીઠ, ધન્ય જનમ તે ભવ તર્યા. ૮ જગપતિ પ્રભુ પદપદ્મની સેવ, ત્રિકરણ શુદ્ધ જે કરે; જગપતિ કરીય કરમનો અંત, શુદ્ધ રૂપ નિજ તે વરે.....૯ (જયવયરાય અર્ધા, કહીને ખમા. દઈ ઇચ્છા. સંદિસહ ભગવનું ચૈત્યવંદન કરૂં? ઇચ્છે૦ કહી ચૈત્યવંદન કહેવું.)
૭૦
For Private And Personal Use Only