________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
દ્વિતીય ચૈત્યવંદના નીલ વરણ દુઃખ હરણ, શરણ શરણાગત વત્સલ; નિરૂપમ રૂપ નિધાન સુજસ, ગંગાજલ નિરમલ............. ૧ સગુણ સુરાસુર કોડિ દોડી, નિત્ય સેવા સારે; ભક્તિ જુક્તિ નિત્યમેવ, કરી નિજ જન્મ સુધારે....... ૨ બાલપણે જિનરાજને એ, સવિ મલી હલરાવે; જિનમુખ પદ્મ નિહાલીને, બહુ આનંદ પાવે.
......... શ્રી મલ્લિજિન-જન્મકલ્યાણક-પ્રથમ થાય સુણ ગુણરે સાહેલી, ઉઠી સહુથી પહેલી, કરી સ્નાન વહેલી, જિમ વધે પુણ્યવેલી; તજી મોહની પલ્લી, ખંડ કરી કામવલ્લી, કરી ભક્તિ સુભલ્લી, પૂજી જિનદેવ મલ્લી. ........ સવિ જિન સુખકારી, મોહ નિદ્રા નિવારી, ભવિજન નિસ્વારી, વાણી સ્યાદ્વાદ ધારી; નિર્મલ ગુણધારી, ધૌત મિથ્યાત ગારી, નમિએ નરનારી, પાપ સંતાપ વારી. મૃગશિર અજુવાલી, સર્વ તિથિમાં રસાલી, એકાદશી પાલી, પાપની શ્રેણિ ગાલી; આગમમાં રસાલી, તિથઇ કહી તે સંભાલી, શિવવધૂ લટકાળી, પરણશે દઈ તાળી. વૈરૂટ્યા દેવી, ભક્તિ હિયડે ધરેવી, જિન ભક્તિ કરવી, તેહનાં દુઃખ હરેવી;
૭૨
For Private And Personal Use Only