________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ ચૈત્યવંદન નગર ગજપુર પુરંદર પુર-શોભયા અતિ જિત્વરે; ગજ વાજિ રથ વર કોટિ કલિત, ઇંદિરા ભૂતમંદિરે; નરનાથ બત્રીશ સહસ સેવિત-ચરણપંકજ સુખકરે; સુર અસુર વ્યંતરનાથ પૂજિત, નમો શ્રી અરજિનવર..... ૧ અપ્સરા સમરૂપ અદ્ભુત-કલાયૌવન ગુણ ભરી; એક લાખ બાણુ સહસ ઉપર, સોહિએ અંતે ઉરી; ચોરાશી લખ ગજ વાજી ચંદન, કોટિ છત્રુ ભટવર; સુર અસુર વ્યંતરનાથ પૂજિત, નમો શ્રી અરજિનવર..... ૨ સગપહિંદી સગ એગિંદી, ચૌદરત્નશું શોભિતં; નવ નિધાનાધિપતિ નાકી, ભક્તિભાવ ભુતેર્નતં; કોટિ છત્રુ ગ્રામ નાયક, સકલ શત્રુ વિજિત્વરે; સુર અસુર વ્યંતરનાથ પૂજિત, નમો શ્રી અરજિનવર...૩ સહસ અષ્ટોતર સુલંછન, લક્ષિત કનકચ્છર્વિ; ચિન્હ નંદાવર્ત શોભિત, સ્વપ્રભા નિર્જિત રવિ; ચક્રી સપ્તમ ભક્તભોગી, અષ્ટાદશમો જિનવર; સુર અસુર વ્યંતરનાથ પૂજિત, નમો શ્રી અરજિનવરં... ૪ લોકાંતિકામરબોધિતો જિન, ત્યક્ત રાજ્ય રમાભરે; મૃગશિર એકાદશ શુક્લ પક્ષે, ગ્રહિત સંયમ સુખાકરે; અરનાથ પ્રભુ પદ પાસેવન, શુદ્ધરૂપ સુખાકરે; સુર અસુર વ્યંતરનાથ પૂજિત, નમો શ્રી અરજિનવર.....૫
For Private And Personal Use Only