________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવલજ્ઞાન-દુહો બહિરાતમ ત્યાગ કરી, અંતર આતમ રૂપ; અનુભવિ જે પરમાત્મા, ભેદ એક જ ચિદ્રુપ; પુરૂષોત્તમ પરમેશ્વરૂ, પરમાનંદ ઉપયોગ; જામે દેખે સર્વને, સ્વરૂપ રમણ સુખભોગ; ગુણપર્યાય અનંતતા, જાણે સઘલા દ્રવ્ય; કાલત્રય વેદી જિણંદ, ભાષિત ભવ્યાભવ્ય; અલોક અનંતો લોકમાં, થાપે જેહ સમF; આતમ એક પ્રદેશમાં, વીર્ય અનંત પસત્ય; કેવલ દંસણ નાણનો, ચિદાનંદ ધન તેજ; જ્ઞાનપંચમી દિન પૂજીયે, વિજયલક્ષ્મી શુભ હેજ. ...........
શ્રી જ્ઞાનપંચમી - દેવવંદન સમાપ્ત પૂ. પંડિતપ્રવર શ્રી રૂપવિજયજી વિરચિત
મૌન એકાદશી-દેવવંદન શ્રી અરજિન દીક્ષા કલ્યાણક-પ્રથમ દેવવંદન
સ્થાપનાચાર્ય આગળ અથવા નવકાર, પંચિંદિય વડે પુસ્તકની સ્થાપના સ્થાપીને પ્રથમ ઇરિયાવહી, તસ્ય ઉત્તરી અન્નત્થ૦ કહી, એક લોગસ્સનો કાઉસગ્ગ કરવો અને ન આવડે તો ચાર નવકારનો કાઉસગ્ન કરી મારી લોગસ્સ કહી, ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? ઇચ્છે, કહી યોગમુદ્રાએ બેસી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું.
For Private And Personal Use Only