________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Ah
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ ગુણ જેહનો ઉપન્યો, સર્વવિરતિ ગુણઠાણ, પ્રણમું હિતથી તેહના, ચરણકમલ ચિત્ત આણ. નગર જાતિ કંચન તણો, ધાર્યો ઘટ એહ રૂપ, ઇમ વિશેષ મન જાણત, વિપુલમતિ અનુરૂપ. એ ગુણ જેહને. .........
પંચમ શ્રી કેવલજ્ઞાન પ્રથમ ખમાસમણ દઈને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! પંચમ કેવલજ્ઞાન આરાધનાર્થે ચૈત્યવંદન કરૂં? ઇચ્છે! કહી પંચમ શ્રી કેવલજ્ઞાનનું ચૈત્યવંદન કરવું.
કેવલજ્ઞાન ચૈત્યવંદન શ્રી જિન ચઉનાણી થઈ, શુક્લ ધ્યાન અભ્યાસે, અતિશય આત્મરૂપ, ક્ષણ ક્ષણ પ્રકાશે; નિદ્રા સ્વપ્ન જાગરદશા, તે સવિ દૂરે હોવે, ચોથી ઉજ્જાગર દશા, તેહનો અનુભવ જોવે; ક્ષપક શ્રેણી આરોહિયા એ, અપૂર્વશક્તિ સંયોગે, લહી ગુણઠાણું બારમું, તુરીય કષાય વિયોગે. નાણ દંસણ આવરણ મોહ, અંતરાય ઘનઘાતી, કર્મ દુષ્ટ ઉચ્છેદીને, થયા પરમાતમ જાતી; દોય ધરમ સવિ વસ્તુના, સમયાંતર ઉપયોગ, પ્રથમ વિશેષપણે ગ્રહે, બીજે સામાન્ય સંયોગ;
૩૨
For Private And Personal Use Only