SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મનઃપર્થવજ્ઞાન ચૈત્યવંદન શ્રી મન:પર્યવ જ્ઞાન છે, ગુણ પ્રત્યયી એ જાણો, અપ્રમાદી ઋદ્ધિવંતને, હોયે, સંયમ ગુણઠાણો; કોઈક ચારિત્રવંતને, ચઢતે શુભ પરિણામે, મનના ભાવ જાણે સહી, સાગાર ઉપયોગ ઠામે; ચિંતવિતા મનોદ્રવ્યના એ, જાણે બંધ અનંતા, આકાશે મનોવર્ગણા, રહ્યા તે નવિ મુર્ણતા. ..... સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાણીયે, તનુયોગે કરી ગ્રહીયા, મનોયોગે કરી મન પણે, પરિણમે તે દ્રવ્ય મુણીયા; તિચ્છુ માણસ ક્ષેત્રમાં, અઢી દ્વીપ સહી વિલોકે, તિń લોકના મધ્યથી, સહસ જોયણ અધોલોકે; ઉર્ધ્વ જાણે જ્યોતિષી લગે એ, પલિયનો ભાગ અસંખ્ય, કાલથી ભાવ થયા થશે, અતીત અનાગત સંખ્ય. ભાવથી ચિંતિત દ્રવ્યના, અસંખ્ય પર્યાય જાણે, ઋજુમતિથી વિપુલમતિ, અધિકા ભાવ વખાણે; મનના પુદ્ગલ દેખીને, અનુમાને ગ્રહે સાચું, વિતથપણું પામે નહીં, તે જ્ઞાને ચિત્ત રાચું; અમર્ત ભાવ પ્રગટ પણે એ, જાણે શ્રી ભગવંત, ચરમકમલ નમું તેહના, વિજયલક્ષ્મી ગુણવંત. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૯ For Private And Personal Use Only ૧ ૩ (જંકિંચિત નમ્રુત્યુણં૦ જાવંતિ૦ ખમા૦ જાવંત૦ નમોર્હત્ કહી સ્તવન કહેવું.) ૨
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy