________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ ઋષભ ચંદ્રાનન વારિષેણ, વલી વર્ધમાનાભિધે ચાર શ્રેણ;
એમ શાશ્વતા બિંબ સવિચાર નામે. નમો. ૧૦ સવિ કોડી સય પન્નર બાયાલ ધાર, અઠ્ઠાવન લખ સહસ છત્રીશ સાર; એંશી જોઈષ વર વિના સિદ્ધિ ધામે, નમો................. ૧૧
અશાશ્વત જિનવર નમો પ્રેમ આણી, કેમ ભાખીયે તે જાણી અજાણી;
બહુ તીર્થને ઠામે, બહુ ગામ ગામે, નમો. ૧૨ એમ જિન પ્રણમીજે, મોહ નૃપને દમી, ભવ ભવ ન ભમીજે, પાપ સર્વે ગમીજે; પરભાવ વમીજે, જો પ્રભુ અઠ્ઠમીજે, પદ્મવિજય નમીને આત્મતત્ત્વ રમીએ. નમો...............૧૩ (અહીં જંકિંચિ૦ નમુત્થણ૦ કહીને એક લોગસ્સનો કાઉસ્સગ્ન ચંદેસુ નિમ્મલયરા સુધી કરવો. એક જણે કાઉસ્સગ્ન પારી નમો હેતુ કહી ચાર થયો કહેવા સાથે મોટી શાન્તિ કહેવી.)
થોથ ઋષભ ચંદ્રાનન વંદન કીજે, વારિષણ દુઃખ વારેજી, વર્ધમાન જિનવર વલી પ્રણમો, શાશ્વત નામ એ ચારેજી; ભરતાદિક ક્ષેત્રે મલી હોવે, ચાર નામ ચિત્ત ધારેજી, તેણે ચારે એ શાશ્વત જિનવર, નમિયે નિત્ય સવારેજી... ૧
For Private And Personal Use Only