________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
....
......
શ્રી શીતલનાથજિન દેવવંદન
ચૈત્યવંદન નંદા દેઢરથ નંદનો, શીતલ શીતલનાથ; રાજા દિલપુર તણો, ચલવે શિવ સાથ. લાખ પૂર્વનું આઉખું, નેવું ધનુષ પ્રમાણ; કાયા માયા ટાલીને, લહ્યા પંચમનાણ. શ્રીવત્સ લંછન સુંદરૂ એ, પદ પદ્મ રહે જાસ; તે જિનની સેવા થકી, લહિયે લીલવિલાસ.
થોથ શીતલ જિનસ્વામી, પુણ્યતી સેવ પામી, પ્રભુ આતમ રામી, સર્વ પરભાવ વામી; જે શિવગતિ ગામી, શાશ્વતાનંદ ધામી, ભવિ શિવસુખ કામી, પ્રણમીયે શશનામી. .. ......... શ્રી શ્રેયાંસનાથ જિન દેવવંદન,
ચૈત્યવંદન શ્રી શ્રેયાંસ અગ્યારમા, વિષ્ણુ નૃપ તાય; વિષ્ણુ માતા જેહની, એંસી ધનુષની કાય. વરસ ચોરીસ લાખનું, પાલ્યું જેણો આય; ખગી લંછન પદકજે, સિંહપુરીનો રાય.
૧૫
For Private And Personal Use Only