________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુમતિ ગુણે કસ જે ભર્યાએ, તર્યા સંસાર અગાધ; તસ પદ પદ્મ સેવા થકી, લહો સુખ અવ્યાબાધ.............. ૩
થોથ સુમતિ સુમતિ દાઈ, મંગલા જાસ માઈ, મેરૂને વલી રાઈ, ઓર એહને તુલાઈ; ક્ષય કીધાં ધાઈ, કેવલજ્ઞાન પાઈ, નહિ ઉણિમ કાંઈ, સેવિયે તે સદાઈ..
શ્રી પદ્મપ્રભજિન દેવવંદન
ચૈત્યવંદન કોસંબીપુર રાજિયો, ઘર નરપતિ તાય; પદ્મપ્રભ પ્રભુતા મયી, સુસીમા જસ માય. ... ત્રીસ લાખ પૂરવ તણું, જિન આયુ પાલી; ધનુષ અઢીસેં દેહડી, સવિ કર્મને ટાલી. પદ્મ લંછન પરમેશ્વરૂ એ, જિનપદ પદ્મની સેવ; પદ્મવિજય કહે કીજિયે, ભવિજન સહુ નિતમેવ.................૩
થોથ અઢીશું ધનુષ કાયા, ત્યક્ત મદ મોહ માયા, સુસીમા જસ માયા, શુક્લ જે ધ્યાન ધ્યાયા; કેવલવર પાયા, ચામરાદિ ધરાયા, સેવે સુર રાયા, મોક્ષ નગરે સધાયા...
, ,
, ,
,
૧૨
For Private And Personal Use Only