________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કહેવી. પછી પુખ્ખરવ૨૦ સુઅસ ભગવઓ, કરેમિ કાઉસગ્ગ વંદણ૦ અન્નથ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારી ત્રીજી થોય કહેવી. પછી સિદ્ધાણં બુદ્ધાણં વેયાવચ્ચગરાણું૦ અન્નત્ય૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પા૨ી નમોઽર્હત્ કહી ચોથી થોય કહેવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ઋષભજિન થોય આદિ જિનવર રાયા, જાસ સોવત્ર કાયા, મરૂદેવી માયા, ધો૨ી લંછન પાયા; જગત સ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા; કેવલ સિરિ રાયા, મોક્ષ નગરે સધાયા. સવિ જિન સુખકારી, મોહ મિથ્યા નિવારી, દુર્ગતિ દુ:ખ ભારી, શોક સંતાપ વારી; શ્રેણી ક્ષપક સુધારી, કેવલાનંત ધારી, નમિયે નરનારી, જેહ વિશ્વોપકારી........ સમોવસરણે બેઠા, લાગે જે જિનજી મીઠા, કરે ગણપ પઈઠ્ઠા, ઈન્દ્ર ચન્દ્રાદિ દીઠ્ઠા; દ્વાદશાંગી વરિષ્ઠા, ગુંથતાં ટાળે રિડ્ડા, ભવિજન હોય હિઠ્ઠા, દેખી પુણ્યે ગરિઠ્ઠા..
સુર સમકિતવંતા, જેહ ઋદ્ધે મહંતા, જેહ સજ્જન સંતા, ટાલિયે મુજ ચિંતા; જિનવર સેવંતા, વિઘ્ન વા૨ો દૂરંતા, જિન ઉત્તમ થુણંતા, પદ્મને સુખ દિંતા.
For Private And Personal Use Only
૩
૪