________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ઢાળ : શ્રીપાળના રાસની દેશી) ભક્ષ્યાભઢ્ય ન જે વિણ લહિએ, પેય અપેય વિચાર કૃત અકૃત ન જે વિણ લહીએ, જ્ઞાનતે સકલ આધાર રે
ભવિકા સિદ્ધચક્ર પદ વંદો... ૧ પ્રથમ જ્ઞાનને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું, જ્ઞાનને વંદો જ્ઞાન મ નિંદો જ્ઞાનીએ શિવ સુખ ચાખ્યું રે ભવિકાર સકલ ક્રિયાનું મૂળ તે શ્રદ્ધા, તેહનું મૂળ જે કહીએ, તેહ જ્ઞાન નિત નિત વંદિજે, તે વિણ કહો કેમ રહીયે રે ભવિકા.૩ પંચજ્ઞાનમાંહી જેહ સદાગમ, સ્વપર પ્રકાશ તેહ, દિપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ રવિ શશિ મેહરે ભવિકા. ૪ લોક ઉર્ધ્વ અધો તિર્યગ જ્યોતિષ વૈમાનિક ને સિદ્ધ લોકાલોક પ્રગટ સવિ જેહથી તેહ જ્ઞાન મુજ શુદ્ધ ભવિકા.૫
(ઢાળ) જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાયરે તો હુએ એહિ જ આતમા, જ્ઞાન અબોધતા જાયરે વીર જિનેશ્વર ઉપાદિશે, સાંભળજો ચિત્ત લાઈ રે, આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આખરે વીર જિનેશ્વર ઉપદિશેં............
For Private And Personal Use Only