________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દ્વિતીય વીર સ્તુતિ
જય જય ભવિ હિતકર, વી૨ જિનેશ્વર દેવ; સુર નર ના નાયક, જેહની સારે સેવ; કરૂણા રસ કંદો, વંદો આણંદ આણી; ત્રિશલા સુત સુંદર, ગુણમણિ કેરો ખાણી. જસ પંચ કલ્યાણક, દિવસ વિશેષ સુહાવે; પણ થાવર ના૨ક તેહને પણ સુખ થાવે; તે ચ્યવન જન્મ વ્રત, નાણ અને નિર્વાણ; સવિ જિનવર કેરાં, એ પાંચે અહિઠાણ. જિહાં પંચ સમિતિ યુત, પંચ મહાવ્રત સાર, જેહમાં પ્રકાશ્યા, વલી પાંચે વ્યવહાર; પરમેષ્ઠી અરિહંત, નાથ સર્વજ્ઞને પાર, એ પંચ પદે લહ્યો, આગમ અર્થ ઉદાર. માતંગ સિદ્ધાઈ, દેવી જિનપદ સેવી, દુઃખ દુરિત ઉપદ્રવ, જે ટાલે નિતમેવી; શાસન સુખદાઈ, આઈ સુણો અરદાશ; શ્રી જ્ઞાનવિમલ ગુણ, પૂરો વાંછિત આશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨
For Private And Personal Use Only
૧
૨
૪
(બેસી, નમ્રુત્યુio જાવંતિ ચેઈઆઇં∞ ખમાસમણ, દઈ જાવંત કહી સ્તવન કહેવું.)
કેવિસાહૂ નમોઽર્ણ
૩