________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીર જિન સ્તવન (રાગ : આજ સખી શંખેશ્વરો)
શ્રી મહાવીર મનોહરૂ, પ્રણમું શિરનામી; કંત જશોદા ના૨ીનો, જિન શિવગતિ ગામી. ભંગની જાસ સુદંસણા, નંદિવર્ધન ભાઈ; હરિલંછન હેજાલુઓ, સહુ કોઈને સુખદાઈ. સિદ્ધાર્થ ભૂપતિ તણો, સુત સુંદર સોહે; નંદન ત્રિશલાદેવીનો, ત્રિભુવન મન મોહે. એક શત દશ અધ્યયન જે, પ્રભુ આપ પ્રકાશે; પુણ્ય-પાપ ફલ કેરડાં, સુણે ભવિક ઉલ્લાસે. ઉત્તરાધ્યયન છત્રીશ જે, કહે અર્થ ઉદાર; સોલ પહોર દીયે દેશના, કરે ભવિક ઉપગાર. ........ સર્વાર્થસિદ્ધ મુહૂર્તમાં, પાછલી જે ૨યણી; યોગનિરોધ કરે તિહાં, શિવની નીસરણી. ઉત્તરાફાલ્ગુની ચંદ્રમા, જોગે શુભ આવે; અજરામર પદ પામીયા, જય જય ૨વ થાવે. ચોસઠ સુ૨વ૨ આવીયા, જિન અંગ પખાલી; કલ્યાણકવિધિ સાચવી, પ્રગટી દીવાળી.
For Private And Personal Use Only
......
૧
૩
૪
૫
૬
૯
લાખ કોડી ફલ પામીયે, જિન ધ્યાને રહીયે; ધીવિમલ કવિરાજનો, જ્ઞાનવિમલ કહિએ........ (અર્ધા જયવીયરાય કહેવા. પછી ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરૂં! ઇચ્છું, કહી ત્રીજું ચૈત્યવંદન કહેવું.)
૯૩