________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭) ગાઢ કારણે કાળ વખતે અને વર્ષાદ વખતે ખૂલ્લા આકાશમાં લઈ ગયેલા કાંબળી-તરણી-કાચલી વિગેરે એક બાજુ ધીરે ધીરે મુકી દેવા જોઈએ, અને પોતાની મેળે સુકાઈ જાય ત્યાર પછી જ તે ઉપયોગમાં લઈ શકાય અને કાળ વખતે લઈ ગયેલ કાંબળીની ૪૮ મિનિટ પછી ઘડી વાળી શકાય, તેના પહેલા ઘડી વાળે તો અપૂકાય અને ત્રસકાયની વિરાધના થવાનો સંભવ છે.
કાળ વખતે ખૂલ્લા આકાશમાં કપડાં સુકાવાય નહિ. સુકવેલા કપડાઓના છેડાઓથી વાયુ વડે ઝાપટ લાગે નહિ તે ધ્યાનમાં રાખવું. તડકામાં કપડાં સુકવાય નહિ. (૩૮) વર્ષાદ વરસતો હોય ત્યારે સાધુ વ્યાખ્યાને જાય તો દોષવિરાધના થાય અને શ્રાવક ન જાય તો દોષ-આરાધનાથી ચુકે. (૩૯) પાણી પડિલેહા ના નહસિહા;
ભમુહા અહરોઠા ઉત્તરોઠા (કલ્પ-૨૭૬) હાથ, હાથની રેખા, નખ, નખના અગ્રભાગ, ભૂકુટિ, દાઢિ, મુછ, આ સાત જગ્યાએ પાણી તરત સુકાતું નથી. માટે એક ચુનાના પાણીમાંથી બીજા ચુનાના પાણીમાં (એઠા હાથ ધોઈ સાફ લુછી તરત ચોખા પાણીમાં) હાથ નાખવા જોઈએ નહિ.
તે પ્રમાણે કાચલીના સાંધામાં પણ પાણી તરત સુકાતું ન હોવાથી કાચલી પણ એક પાણીમાંથી બીજા પાણીમાં તરત નાખવી નહિ. (૪૦) સ્ત્રી પિયર નર સાસરે, સંયમીએ સ્થિરવાર; આટલાં
૮૭
For Private And Personal Use Only