________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭) દરેક ક્રિયામાં વચ્ચે બીજી વાતો કરાય નહિ. (૮) ખેદોદ્વેગ ક્ષેપોત્થાન-બ્રાયન્યમુદ્ગાસંબૈઃ;
યુક્તાનિ હિ ચિત્તાનિ, પ્રબન્ધતો વર્જયેન્ગતિમાન (૩) (૧) ખેદ - થાક, પ્રેમનો અભાવ, પૂર્વક્રિયાના દુઃખથી ઉત્તર ક્રિયાના અભાવ રૂપ દુ:ખ, માર્ગથી થાકેલા માણસની માફક ઉદાસ.
-
(૨) ઉદ્વેગ - વેઠ, ‘કષ્ટવાળી ક્રિયાઓ છે' એવા જ્ઞાનથી અનુત્સાહ ક્રિયા કરે તો પણ આનંદ ન આવે
(૩) ક્ષેપ - એક ક્રિયા કરતાં બીજી ક્રિયામાં ચિત્ત જવું (૪) ઉત્થાન – અઠરેલ મન, ઉતાવળીઓ સ્વભાવ
(૫) ભ્રાન્તિ - સૂત્ર બોલ્યા કે નહિ તે યાદ ન રહેવું, એક સૂત્રમાં બીજા સૂત્રની ભ્રાન્તિ થવી.
(૬) અન્યમુદ્ - ચાલુ ક્રિયાને તિરસ્કારી અન્યક્રિયામાં હર્ષ ધારણ કરે.
(૭) રોગ - વિશિષ્ટ સમજ વિનાની ક્રિયા.
(૮) આસંગ - એક જ ક્રિયામાં આસક્ત ‘ઇદમેવ સુંદર’ ઇતિ. આ આઠ દોષવાળી ક્રિયા આત્મશુદ્ધિ કરનાર થતી નથી. માટે ચિત્તના આ આઠ દોષ વર્જવા લાયક છે. (ષો૦ ચિ) (૯) કાઉસ્સગ્ગમાં જીભ અને હોઠ તેમજ આંગળી પણ હલાવવી જોઈએ નહિ.
(૧૦) કાઉસ્સગ્ગમાં સંખ્યા ગણવા ભ્રકુટિ અથવા આંગળી ફેરવવામાં આવે તો ‘ભમુહંગુલી’ નામનો દોષ લાગે અને હું
૭૭
For Private And Personal Use Only