________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને મુનિને ઉદેશીને દહી-ગોળ-વિ૦ સ્વાદિષ્ટ કરવા. (૩) પૂતિકર્મ - શુદ્ધ અન્ન વિ૦ ને આધાકર્મીથી મિશ્રિત કરવું. (૪) મિશ્ર - પોતાને માટે તથા સાધુને માટે પ્રથમથી જ કલ્પીને બનાવવું. (૫) સ્થાપિત - સાધુ માટે ક્ષીર-વિ૦ જુદાં કરી ભાજનમાં સ્થાપી રાખવાં. (૬) પાહુડી - વિવાહ-વિ૦ ને વિલંબ છતાં સાધુને રહેલા જાણી તે વખતમાં જ વિવાહ વિ૦ કરવા. (૭) પ્રાદુષ્કરણ - અંધકારમાં રહેલી વસ્તુને દીવાવિ૦ થી શોધી લાવવી. (૮) કીત - સાધુ માટે વેચાણ લાવવું. (૯) પ્રામિત્ય - સાધુ માટે ઉધારે લાવવું. (૧૦) પરાવર્તિત - સાધુ માટે વસ્તુની અદલાબદલી કરવી. (૧૧) અભ્યાહત - સાતમું લાવવું. (૧૨) ઉભિન્ન - સાધુ માટે ડબ્બો ફોડી, ઘડાવિ૦ ના મુખ ઉપરથી માટી દૂર કરી ઘી-વિ૦ કાઢવું. (૧૩) માલાપહત - ઉપલી ભૂમિથી, સકેથી કે ભોંયરામાંથી લાવવું. (૧૪) આચ્છેદ્ય - કોઈ પાસેથી આંચકી લાવવું. (૧૫) અનાવૃષ્ટિ – આખી મંડળીએ નહીં રજા આપેલું તેમાંનો એક જણ આપે. (૧૯) અધ્યવપૂરક - સાધુનું આવવું સાંભળી પોતાને માટે કરાતી રસવતી-વિ. માં વધારો કરવો.
સાધુથી થતા ઉત્પાદનના ૧૬ દોષ આ પ્રમાણે
ધાત્રીપિંડ-ગૃહસ્થના બાળકને દૂધ પાવું, શણગારવું, રમાડવું વિ. (૨) દૂતિપિંડ-દૂતની પેઠે સંદેશો લઈ જવો. (૩) નિમિત્ત પિંડ-ત્રણે કાળના લાભાલાભ, જીવિત, મૃત્યુ-વિ. કહેવું. (૪) આજીવપિંડ-પોતાના કુળ, જાતિ, શિલ્પ-વિ. ના વખાણ કરવા. (૫) વનપકપિંડ-દિનપણું જણાવવું. (૯)
૫૪
For Private And Personal Use Only