________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિકિત્સાપિંડ-ઔષધિ-વિ. બતાવવું. (૭) ક્રોધપિંડ-ડરાવવું, શ્રાપ આપવો. (૮) માનપિંડ-સાધુઓ પાસે એવી પ્રતિજ્ઞા કરે કે “લબ્ધિવાળો છું તેથી સારો આહાર લાવી આપું, એમ કહી ગૃહસ્થને વિડંબના કરે. (૯) માયાપિંડ-જુદા જુદા વેષ પહેરે તથા ભાષા બદલે. (૧૦) લોભપિંડ-લાલસા વડે ઘણું ભટકે. (૧૧) પૂર્વ-પશ્ચિાત્ સંસ્તવ-પહેલા ગૃહસ્થના માબાપની અને પછી સાસુ-સસરાની પ્રશંસાપૂર્વક તેમની સાથે પોતાનો પરિચય જણાવે. (૧૨ થી ૧૫) વિદ્યા-મંત્ર-ચૂર્ણયોગપિંડ-વિદ્યા, મંત્ર, નેત્રાંજન-વિ. ચૂર્ણ, પાદલપાદિ યોગનો ઉપયોગ કરવો. (૧૩) મૂળકર્મપિંડ-ગર્ભનું સ્તંભન, ધારણ, પ્રસવ તથા રક્ષાબંધનાદિ કરવું. - સાધુ તથા ગૃહસ્થ બંનેના સંયોગથી થતા એષણાના ૧૦
દોષ
(૧) શંકિત-આધાકર્માદિક દોષની શંકાવાળો (૨) પ્રક્ષિતમધ વિ. નિંદનીય પદાર્થોના સંઘટ્ટાવાળો (૩) નિક્ષિપ્ત-સચિત્તની મધ્યમાં રહેલું. (૪) પિહિત-સચિત્તથી ઢાંકેલું. (૫) સંહતદેવાના પાત્રમાં રહેલા પદાર્થને બીજા પાત્રમાં નાંખીને તે વાસણથી આપવું. (૩) દાયક-બાળક, વૃદ્ધ, નપુંસક, ધ્રુજતો, આંધળો, મદોન્મત્ત, હાથ-પગ વિનાનો, બેડીવાળો, પાદુકાવાળો, ખાંસીવાળો, ખાંડનાર, દળનાર, ભુજનાર, ફાડનાર, કાતરનાર, પિંજનાર, વિ. છ કાયના વિરાધક પાસેથી, તેમ જ ગર્ભાધાનથી આઠ માસ પછી (નવમાં માસથી ઉઠ-બેસ કર્યા વિના આપે તો દોષ નહિ) તથા સ્તન્યજીવી બાળકને મૂકીને આપતી સ્ત્રી પાસેથી આહાર લેતાં (આહાર તથા સ્તન્યજીવી બાળકને મૂકે
૫૫
For Private And Personal Use Only