________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડિલેહણ (સવારની) વિધિ પ્રથમ ઇરિયાવહિ કરી-ખમા૦ ઇચ્છા સં૦ ભo! પડિલેહણ કરું? (કરેહ) ઇચ્છે, કહી મુહપત્તિ ૫૦ બોલથી, ઓઘો અને કંદોરો ૧૦ થી, આસન અને ચોલપટ્ટી ૨૫ બોલથી (સાધ્વીએ મુહપત્તિ ૪૦ થી, ઓઘો અને કંદોરો ૧૦ થી, આસન કપડો કંચવો અને સાડો ૨૫-બોલથી) પડિલેહવો, પછી ઇરિયાવહિ કરી –ખમા૦ ઇચ્છકારી ભગવન્! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી? (પડિલેહામિ) ઇચ્છ, કહી સ્થાપનાજીનું પડિલેહણ કરે પરંતુ તેમાં પ્રથમ એક મુહપત્તિ પછી સ્થાપનાજી અને પછી બાકીની મુહપત્તિ આદિનું પડિલેહણ કરવું, પછી ખમા૦ ઇચ્છા૦ સં૦ ભo! ઉપથિ મુહપત્તિ પડિલેહઉં? (પડિલેહેહ) ઇચ્છું કહી મુહપત્તિ પડિલેહી ખમા, ઇચ્છાસં૦ ભo! ઉપધિ સંદિસાહઉં? (સંદિસાવેહ) ઇચ્છે, ખમા૦ ઇચ્છા, સંવ ભવ! ઉપધિ પડિલેહઉં? (પડિલેહેહ) ઇચ્છે કહી બાકીનાં વસ્ત્ર. દાંડો. વિ૦ (વસ્ત્રો-૨૫ બોલથી, દાંડો-દંડાસન ૧૦ બોલથી) પડિલેહી કાજોલઇ જોઈને પરઠવવો, પછી અવિધિએ પાઠવવા સંબંધી ઇરિયાવહિ કરવા. જો તે પુજે છંડઇ, ઇરિયાવહિઆ હવેઇ નિયમેણ; સંસરગવસહીએ, તહ હવઇ પમન્કમાણસ્સ (૮૬)યતિ)
જે કાજે પાઠવે તે અવશ્ય ઇરિયાવહિ કરે, અને વસતિ જીવાકુલ હોય તો કાજો લેવાવાળાએ પણ ઇરિયાવહિ કરવા, આથી એક જણ કાજો લે અને બીજો પરઠવે તો અવિધિ નથી.
૫૧
For Private And Personal Use Only