________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંડવી બનાવવાની ન હોય તો) પલાંઠી વાળવાની જરૂર નહિ, કારણ કે તેમના શરીરને ઠાઠડીમાં પધરાવવાનું હોવાથી.
સાધુ યોગ્ય :- વડીલ સાધુ મૃતક પાસે આવી “વાસક્ષેપ હાથમાં લઈને બોલે-કોટીગણ, ચાન્દ્રકુલ, વયરી શાખા, આચાર્ય શ્રી...ઉપાધ્યાય શ્રી...પન્યાસ શ્રી...સ્થવિર શ્રી. મહત્તરા શ્રી. અમુકના શિષ્ય-શિષ્યા. મહાપારિદ્ધવણીમાં વોસિરણ€ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગ0 પારી, પ્રગટ નવકાર કહી ત્રણવાર વોસિરે કહેતાં ત્રણવાર વાસક્ષેપ નાખવો.
શ્રાવક યોગ્ય:- જો રાત્રે મૃતક રાખવાનું હોય તો મૃતકના માથાની નીચે જમીન કે થાંભલે ખીલી મારવી અને નિર્ભય માણસે જાગવું પણ સુવું નહિ.
પ્રથમ દાઢી મુખ અને મસ્તકના કેશ કાઢી નખાવે, પછી હાથની છેલ્લી આંગલીના ટેરવાનો છેદ કરે, પછી હાથપગની આંગળીઓને ધોળા સુતરથી બંધ કરે, પછી કથરોટમાં બેસાડીને કાચા પાણીથી સ્નાન કરાવે, પછી નવાં વસ્ત્રોથી શરીર લુછીને કેસર-સુખડ-બરાસથી વિલેપન કરી નવાં વસ્ત્રો પહેરાવે-પ્રથમનો ઓઘો લઈ લેવો, સાધુને ચોલપટ્ટો પહેરાવી કંદોરો બાંધે, કપડાને કેશરથી અવળા પાંચ સાથીઆ કરી ઓઢાડે, બીજાં કપડાંને કેશરના છાંટા નાખવા, નનામી ઉપર ઉત્તરપટ્ટો પાથરવો, અને તેના વચલા ભાગમાં આટાનો એક
૧૨૩
For Private And Personal Use Only