________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૦) બીજા ધર્મ ન પામે તેનો વાંધો નહિ, પરંતુ આપણા નિમિત્તે દેવ-ગુરૂ અને ધર્મની હેલના (નિન્દા) થાય કે બીજા લોકો અધર્મ પામે, તેવું વર્તનતો મન-વચન અને કાયાથી નજ કરવું.
સાધુ કાળધર્મ વિધિ સાધુ-સાધ્વી કાળ કરે કે તરત જ મૃતકના માથાની જગ્યાએ જમીનમાં લોઢાની ખીલી મારવી.
કાળ કર્યા પહેલા સંથારાની ઉપધિ હોય તે દૂર લઈ લેવી પરંતુ જીવ જાય ત્યાં સુધી રહી ગઈ હોય તો અચિત્ત પાણી હોય તો શ્રાવક પાસે ભીંજાવી નંખાવવી, ગરમ વસ્ત્રોને ગોમૂત્ર છાંટી શુદ્ધ કરાવવા, અચિત્ત પાણી ન હોય તો સુતરાઉ વસ્ત્રોને પણ ગોમૂત્ર છાંટે તો પણ ચાલે, મૃતક લઈ ગયા પછી જીર્ણ પાત્ર-કાચલી-વસ્ત્રો આદિ પરઠવી દેવાં, દરેક સાધુએ. ગોમૂત્રમાં ઓઘાની બેચાર દશીઓ બોળવી.
રાત્રે કાળ કર્યો હોય અને બીજા સાધુઓને પ્રતિક્રમણ આદિ કરવાનું હોય તો સ્થાપનાજી લઈને બીજે સ્થાને અથવા તે સ્થાને મનમાં કરવું અને કોઈના પણ સ્થાપનાજી મૃતક પાસે રાખવા નહિ.
જીવ જાય ત્યારે તરત આચાર્યાદિ પદવીવાળા હોય તો (અથવા માંડવી બનાવવાની હોય તો) તેમના શરીરને અડેલા શ્રાવકો પલાંઠી વાળે, અને સામાન્ય સાધુ હોય તો (અથવા
૧૨૨
For Private And Personal Use Only